રાજપીપલા, ગુરૂવાર:- નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા SOUADTGA ઓથોરીટી-કેવડીયાના એકતા દ્વારથી ડેમ વ્યુ પોઇન્ટ – ૩ સુધીના મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા બંને બાજુનો વિસ્તાર અને ડેમ વ્યુ પોઇન્ટ – ૩ થી ભુમલીયા ચોકડી (Zero Point) સુધીના સરક્યુલર માર્ગ તથા બંને બાજુનો વિસ્તાર તેમજ ગોરા બ્રીજ તથા ગોરા બ્રીજથી કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરી તરફ જવાના મુખ્ય માર્ગ તથા બંને બાજુના વિસ્તારને “નો પાર્કિંગ ઝોન (No Parking Zone)” જાહેર કરાયો છે તથા સદરહું વિસ્તારમાં પાથરણાવાળાઓને બેસવાની મનાઈ (No Hawking Zone) ફરમાવાઇ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો