નેત્રંગ :- બ્રહ્મા કુમારી તપોવન પઠાર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ટ્રીદિવસીય ઉજવણીનું આયોજન કરાયુ

Share toવાલીયા ના પઠાર ખાતે બ્રહ્મા કુમારી તપોવન પઠાર સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ટ્રીદિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલીયા ના પઠાર ખાતે બ્રહ્મા કુમારી તપોવન પઠાર સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ટ્રીદિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે  7 માર્ચથી 10 માર્ચ દરમિયાન મહાશિવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય આકર્ષણ અમરનાથ જ્યોતિર્લિંગના દર્શન હતા. આ સાથે 12 જ્યોતિર્લિંગના મોડલ પણ બનાવવામાં આવ્યા હતા અને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટર શો, શિવરાત્રીના આધ્યાત્મિક રહસ્ય અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800 જેટલા આત્માઓએ લાભ લીધો હતો અને બાબાનો દિવ્ય સંદેશો પાઠવવામાં આવ્યો હતો. સેવા કેન્દ્રના શિક્ષિકા બ્રહ્માકુમારી હેમુ બહેને સ્ટેજ પ્રોગ્રામમાં મહાશિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું. મુખ્ય મહેમાન ડો.શશી કુમારે ગ્રામજનોને બ્રહ્મા કુમારી સંસ્થામાં જોડાવા હાકલ કરી હતી. આ સાથે રિદ્ધિ ફાર્માના પ્રોપરાઈટર દિનેશભાઈ મોદીએ આવીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તારીખ 10માર્ચે રવિવારે સવારે 10 વાગા થી બપોરે 1 વાગ્યા સુધી સ્થાનિક લોકો માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં  આજુબાજુના ચાર થી પાંચ ગામોના લોકો લાભ લીધો હતો,  સમગ્ર કાર્યક્રમમાં માં તપોવન પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો હતો સાથે સાથે  પરમ પિતા શિવ, પરમ આત્મા, બાબા-મમ્મા અને તપોવન પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો,


Share to