એક સાથે 10 હજારથી વધુ કાયકર્તાઓ આજે ભાજપ માં જોડાયા ત્યારે આજે ગુજરાત અને દેશમાં ઈતિહાસ સર્જ્યો

Share to
લોકસભા ચુંટણી પહેલા કોગ્રેસના સીનીયર અને આદિવાસી સમાજના નેતા શ્રી નારણભાઈ રાઠવા તેમના પુત્ર સંગ્રામ રાઠવા, શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ સહીત મોટી સંખ્યા માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સામાજીક આગેવાનો પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના હસ્તે ભાજપ માં જોડાયા.
—-
એક સાથે 10  હજારથી વધુ કાયકર્તાઓ આજે ભાજપ માં જોડાયા છે ત્યારે આજે ગુજરાત અને દેશમાં ઈતિહાસ સર્જ્યો છે. – શ્રી સી.આર.પાટીલ
—-
આજ દિન સુધી  કોઈ રાજકીય પાર્ટીના આગેવાન ઉપર કોઈ વિશ્વાસ નો હતું કરતુ પરંતુ આજે મોદી સાહેબ ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદી ની ગેરેંટી એટલે કામ થવાની ગેરંટી. – શ્રી સી.આર.પાટીલ
—-
કોંગ્રેસ ના નેતાઓએ અભિ બોલા અભિ ફોક તે પ્રકારે કામ કર્યું તેના કારણે રાજકીય કાર્યકર્તાઓની સામે અનેક પ્રશ્નો ઉભા થયા. – શ્રી સી.આર.પાટીલ
—-
શ્રી  નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહલી વખત વડાપ્રધાન બન્યા  ત્યારે સંકલ્પ કર્યો હતો કે જેટલી દેવાલય ની જરૂરિયાત છે તેટલી શોચાલય ની જરૂરિયાત છે ત્યારે કેટલાક લોકો મજાક કરતા હતા. – શ્રીગોરધનભાઈ ઝડફિયા
—-
શ્રી મોદી સાહેબે દરિયાના પેટાળમાં જઈનેસમુદ્રમાં ડૂબેલી દ્વારકાના દુનિયાને દર્શન કરાવ્યા. – શ્રી ગોરધનભાઈ ઝડફિયા
—-
૨૦૧૩ ના નરેન્દ્રભાઈ ભારત ની આશા હતા,૨૦૧૯ ના નરેન્દ્રભાઇ દેશનો ભરસો  અને ૨૦૨૪ ના નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બન્યા છે આ ગુજરાત અને દેશ નું ગૌરવ છે. – શ્રીગોરધનભાઈ ઝડફિયા
—-


           ભારતીય જનતા પાર્ટી ગુજરાત  પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવેછે કે, લોકસભાચુંટણી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈશાહ સાહેબના હાથ વધુ મજબુત કરવા અને વિકાસ તેમજ રાષ્ટ્રહિત માં સેવાકીય કામ કરવા જુદી જુદી પાર્ટી ના અને સામજિક આગેવાનો ભાજપ માં જોડાઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ ના નેતાઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યા માં ભારતીય જનતાપાર્ટી માં જોડાય રહ્યા છે આજે કોગ્રેસ ના સીનીયર નેતા અને આદિવાસી સમાજના નેતા શ્રી નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા, શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ(2019, 2022 કોંગ્રેસ વિધાનસભા ઉમેદવાર, અમરાઇવાડી, અમદાવાદ), શ્રી કરણસિંહ તોમર (પ્રદેશ અધ્યક્ષ, અન્ય ભાષાભાષી સેલ, કોંગ્રેસશ્રી વિજયભાઇ બળદેવ દેસાઇ (અમદાવાદ શહેર મહામંત્રી, 2021 અમરાઇવાડી વોર્ડ ઉમેદવાર),શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ (મંત્રી-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ઓબીસી વિભાગ),શ્રી રાજેશકુમાર બી.પટેલ (અમદાવાદ શહેર મહામંત્રી),શ્રી દિનેશભાઇ બાબુભાઇ પ્રજાપતિ,(પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રજાપતિ મહાએક્તા અભિયાન) ,શ્રી વનરાજભાઈ મીર (NSUI, અમદાવાદની ટિમ),શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા (ધોલેરા તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય),શ્રી મહેશકુમાર રામસિંઘ પરમાર (પૂર્વ પ્રમુખ તા.પં ઠાસરા, ડિરેક્ટર એ.પી.એમ.સી. ઠાસરા),શ્રી પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ(પ્રમુખશ્રી, તા.પં. પ્રાંતિજ પુન: ભાજપમાં પ્રવેશ),શ્રી વર્ષાબેન દિલીપસિંહ મકવાણા (પૂર્વ પ્રમુખશ્રી, તા.પં પ્રાંતિજ),શ્રી એસ.એમ.ખાંટ (ડિરેક્ટરશ્રી મહીસાગર જીલ્લા સહકારી સંઘ, માજી કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ ગાંધીનગર)
સહીત મોટીસંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓ આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વી પ્રદેશઅધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબ ના વરદ હસ્તે  ભાજપ નો ખેસ અનેટોપી ધારણ કરી ભાજપ માં જોડાયા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to