હવામાન વિભાગના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પૂર્વાનુમાન અહેવાલ મુજબ ઉતરપૂર્વ અરબી સમુદ્રથી પૂર્વ રાજસ્થાન સુધી ગુજરાતના મધ્ય ભાગોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિમી સુધીના વાતાવરણના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવલો છે. આ અભ્યાસના તારણના આધારે આગામી ૭ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે. આ આગાહી પ્રમાણે તા-૨૭-૨૮-૨૯ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ,દમન, દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. તા.૧ માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહીત છોટાઉદેપુર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. તા.૨ અને ૩ માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે,બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેશે. જો કે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ૨૧ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ