December 22, 2024

જૂનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા કલા- પ્રતિભા સન્માન સમારોહ યોજાયો.

Share to


વિસાવદર માં લાયન્સ કલબ  દ્વારા રાવણી (કુબા) પ્રાથમિક શાળા ખાતે  વિસાવદર લાયન્સ કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ, સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણી તેમજ મેમ્બર લાયન વિશાલ ચોટાઈ ના સયુંકત આર્થિક સહયોગ સાથે વિસાવદર તાલુકાની જુદી જુદી શાળાઓમાં ભગવાન શ્રી રામ ના જીવન પ્રસંગો આધારિત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સ્પર્ધા ના કુલ ત્રણ વિભાગ મા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ ૨૭ સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા શિલ્ડ મોમેન્ટ તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા સમારોહ નો શુભારંભ કરવામાં આવેલ.બાદમા સમારોહમા ઉપસ્થિત મહાનુભાવોનું લાયન્સ કલબ વિસાવદરના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજ બાદ મા પુષ્પગુચ્છ દ્વારા સૌનું અભિવાદન કરવામાં આવેલ તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ.કલા- પ્રતિભા સન્માન સમારોહ પ્રસંગે વિસાવદર એન. સી. પરમાર ગર્લ્સ હાઈસ્કૂલનાં પ્રિન્સીપાલ કંચનબેન  કાચા, વિસાવદર સરકારી હાઈસ્કૂલનાં પ્રિન્સીપાલ પંકજભાઈ ડોડીયા, કાલસારી હાઈસ્કૂલનાં શિક્ષક ધીરજલાલ પડસાળા, કુબા હાઈસ્કૂલનાં નિવૃત શિક્ષક ડાયાભાઈ વેકરીયા, સુખપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન હસ્મિતાબેન હપાણી, શાળા પરિવાર તેમજ વિદ્યાર્થી સ્પર્ધકોના વાલીઓ ઉપસ્થિત રહેલ સમારોહ સંપન્ન થયા બાદ સ્પર્ધકો, શિક્ષકો તેમજ રાવણી (કુબા) પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવેલ. સમારોહ ને સફળ બનાવવા રાવણી (કુબા) પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયા, ઉમેશભાઇ રીબડીયા,  ભાવેશભાઈ ટાટમિયા, કિરણબેન બાલધા તેમજ હેતલબેન ડાભી સહિતનાં શાળા પરિવારનો સુંદર સહયોગ રહેલ સમારોહમાં ઉપસ્થિત શિક્ષક ભાઈ- બહેનો દ્વારા લાયન્સ કલબ વિસાવદર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં અનેકવિધ વિવિધતા સભર રચનાત્મક કાર્યક્રમો ને બિરદાવેલ.


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed