પકડાયેલા આરોપી વિરુદ્ધ નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ મથકે પણ ગુનો દાખલ થયો હતો
સાગબારા તારીખ 23,2,24
અમરેલી એલસીબી ટીમને ગુજરાત રાજ્યના 11 જુદાજુદા જિલ્લાઓના 18 ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરને મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીકથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એક ખાસ ડ્રાઇવ નું અયોજન કરવામાં આવેલ હોય ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના દ્વારા આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચરીને પોલીસ પકડ થી બચવા તેમજ જેલ માંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ ને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ દ્વારા તેમને મળેલ ચોક્કસ બાતમી અને ટેક્નિકલ સોર્સ ના આધારે તેમની ટિમ દ્વારા રાજ્યના જુદાજુદા 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ 59 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધીરેન અમૃતલાલ કારીયા ઉ.વ 41 રહે,જૂનાગઢ રાયજી બાગની બાજુમાં ,નોબેલ પ્લેટેનિયમ એપાર્ટમેન્ટ,ત્રીજા માળ,બી /303 ને મધ્યપ્રદેશ ના ઉજ્જૈન શહેર નજીકથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.આરોપી વિરુધ્ધ નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ મથકે હાલમાં જ 2024 દરમિયાન પ્રોહી,કલમ 65એઇ,81,98(2),116બી મુજબ ગુનો નોંધાયો હતો.ત્યારે અમરેલી એલસીબી ના જાંબાઝ અધિકારી એ.એમ.પટેલ અને તેમની ટિમ ને લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે અમરેલી એલસીબી પીઆઇ એ.એમ પટેલ નર્મદા જિલ્લામાં અગાઉ એલસીબી પીઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને તેમના કાર્યકાળ દરમ્યાન નર્મદા જિલ્લામાં પણ તેઓના દ્વારા અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં આવ્યા હતા અને ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
More Stories
જૂનાગઢના સાસણમાં પોલીસને શારિરીક અને માનસિક તનાવ મુકત કરવા માટે તા.૧૪,૧૫,૧૬ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી “ડિટોક્સ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું.પોલીસ કોન્સ્ટેબલથી એસ.પી. આઈ.પી.એસ. સહીત શિબિરમાં જોડાયા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી