જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોમાં રોષ સરકારના ચણાના ટેકા નો ભાવ 1500 રૂપિયા જાહેર કરો

Share to



જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું હોય અને હવે ચણાનો પાક તૈયાર થઈ ગયો છે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ગોંડલ રાજકોટ જેતપુર જુનાગઢ જેવા મોટા પીઠામાં ચણાની આવકો શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો ચણા વેચવા માટે આવી રહ્યા છે જેમાં ચણાના ભાવ માં મોટી પારાયણ જોવા મળી રહી છે  સરકારે ચણાના ટેકાના ભાવ 1088 રૂપિયા જાહેર કર્યા છે  જ્યારે હાલ અત્યારે ઓપન બજારમાં ખેડૂતોને 1100 થી 1200 મણનો હરાજીનો ચણાનો ભાવ મળી રહ્યો છે ખેડૂતો માની રહ્યા છે ઓપન બજાર અને ટેકાના આ ભાવ ખૂબ જ ઓછા કહેવાય મજૂરી મહેનત એમાં મોંઘવારી પ્રમાણે હાલ ખૂબ જ ખેતી ખર્ચ વધતો જાય છે  ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
ચણા ધાણા ડુંગળી ઘઉં જેવા જણસીના પૂરતા ભાવ મળતા નથી ખેતી નું ખર્ચ અને ઉત્પાદનનો સરવાળો કરેતો કસુજ ખેતીમાં  વધતું નથી માવઠાની બેવડી ઋતુમાં ઉત્પાદન માત્ર 50% જઆવે અને એમાં પણ પોષણ સમભાવ ન મળે બંને બાજુથી ખેડૂત પીસાઈ રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર ચણાના ટેકાના મણના 1500 ના ભાવથી ખરીદી કરે તો માંડ માંડ પોસાય તેમ છે ખેડૂતોની એક જ માંગ સરકાર અમને પોષણ સમભાવ આપો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to