નેત્રંગ વાલીયા રોડ ઉપર બની હિટ એન્ડ રન ની ઘટના,દેડિયાપાડા નાં  એક વ્યક્તિએ પ્લેઝર ગાડી ચાલક ને અડફેટી લેતા એક નું મોત નિપજ્યુ ત્યારે એક ગંભીર રીતે ઘાયલ,

Share to

* નેત્રંગ શ્રી એમ.એમ ભક્ત હાઇસ્કુલની શિક્ષકાનું અકસ્માતમાં કરૂણ મોત

* પઠાર ગામે ગમખ્વાર અકસ્માત : ૧ શિક્ષકાની હાલત નાજુક

* પ્લેઝર પર સવાર શિક્ષકાઓને પાછળના ભાગેથી ટક્કર મારી ફરાર

* પોલીસે ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી

તા.૧૪-૦૨-૨૦૨૪ નેત્રંગ.

     નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમા પ્રાથમિક વિભાગમાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા મનીલાબેન કેશરીસિંહ દેશમુખ અને પુષ્પાબેન સુભાષભાઈ બોરસે શૈક્ષણિક કામગીરી અથઁ પ્લેસર ગાડી નંબર :- જીજે-૦૫-એમપી-૦૧૦૮ લઇને વાલીયા તાલુકાના પઠાર ગામે ગયા હતા.ત્યાંથી શૌક્ષણિક કામગીરી પુણઁ કરીને નેત્રંગ પરત ફરવા દરમ્યાન પઠાર ગામે અલ્ક્રાઝર ગાડી નંબર  :- જીજે-૨૨-પી-૦૧૦૮ ના ચાલકે પુરઝડપે-ગફલતભરી રીતે હંકારી લાવી શિક્ષકા સવાર પ્લેસર ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સજૉયો હતો.જેમાં શિક્ષકા મનીલાબેન કેશરીસિંહ દેશમુખને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે શિક્ષકા પુપ્ષાબેન સુભાષભાઈ બોરસેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર દવાખાને સારવાર અથઁ લઈ જવામાં આવ્યા હતા.પરંતુ વધુ સારવારની જરૂર અથઁ સુરતના પવઁત પાટીયા વિસ્તારમાં આવેલ પરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ શારિરીક તંદુરસ્તી નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.બંને શિક્ષકા સાથે ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલની શિક્ષકાનું અકસ્માતના પગલે કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો-શિક્ષકો અને વિધાથીૅઓમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed