December 22, 2024

વાલિયા ભરૃચ અને વગરા તાલુકા પંચાયત અરજદારો અને કર્મચારીઓ માટે જોખમી બની.! અંદાજે 9.30 કરોડ ની લાગત થી બનશે ત્રણ તાલુકા પંચાયત,

Share to




ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક માં આવતી તાલુકા પંચાયત માંથી ત્રણ તાલુકા પંચાયત નવી બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, વાગરા અને વાલિયા તાલુકા પંચાયત નવી બનાવવામાં આવશે. જેના માટે અંદાજે 9.30 કરોડ નક્કી કરવામાં આવ્યા છે. જેથી એક તાલુકા પંચાયત દીઠ 3.10 કરોડ નક્કી કરવામાં આવ્યા છે.જેના માટે ઠરાવ કરવામાં આવ્યો છે. જિલ્લાની અંદર અગાઉ કેટલીક તાલુકા પંચાયત નવી બનાવવામાં આવી છે. જ્યારે કેટલીક તાલુકા પંચાયત જર્જરિત બનતા નવી છે. જેમાં ભરૂચની તાલુકા પંચાયત વધુ જર્જરિત બનતા કોઈ અકસ્માત બને તે પહેલા તેને ખાલી કરી ખેડૂત તાલીમ ભવન ખાતે લઈ જવામાં આવી છે. જેથી નવી તાલુકા પંચાયત બને ત્યાં સુધી ત્યાં જ કામગીરી ચાલુ રાખવામાં આ આવશે. જેથી નવી તાલુકા પંચાયતની જરૂરિયાત જણાતા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા ત્રણ તાલુકા પંચાયત નવી બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં અંદાજે 9.30 કરોડ નક્કી કરવામાં આવ્યા છે. જોકે બાંધકામ શાખા ની પેટા કચેરી થી મળતી માહિતી મુજબ જોબ નંબર આવ્યા બાદ વર્તમાન ભાવ પ્રમાણે વધ ઘટ થઈ શકશે. તેમજ તાલુકા પંચાયત દીઠ 3.10 કરોડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને વાગરા તાલુકા પંચાયતનું જૂનુ મકાન તોડી પાડી નવું બનાવવામાં આવશે. જ્યારે વાલિયા તાલુકા પંચાયત માટે અલગથી જગ્યા ફાળવવામાં આવી છે. ઠરાવ પાસ થયા બાદ કામગીરી ચાલુ કરવામાં આવશે.


Share to

You may have missed