December 22, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરાયું

Share to



જૂનાગઢ તા.૨૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત શ્રી મહેશ ગીરીબાપુ, મહંત શ્રી શેરનાથ બાપુ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પધારતા મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
લોક શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધાન અનુસાર રાષ્ટ્રીય ચિન્હની સ્થાપના નગરના રાજા દ્વારા જો નગરમાં કરવામાં આવે તો એ નગરના ઉજ્જવળ ભવિષ્ય તેમજ નગરની સુખ સંપદા માટે અને નગર તથા નગરજનો માટે શુભ માનવામાં આવે છે, આ શુભ સંકલ્પથી આજે પ્રજાસત્તાક દિનની પૂર્વે સંધ્યાએ જૂનાગઢ નગરની મધ્ય બિરાજતા ભુતનાથ મહાદેવના પ્રાંગણમાં આ મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed