અબડાસા તાલુકા કક્ષાની 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આરીખાણા ખાતે કરવામાં આવી.

Share to

*લોકેશન.અબડાસા*



*તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવી હતી.*

*જેમાં નાયબ કલેક્ટર કે જે વાઘેલા સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાયબ કલેકટર સાહેબ શ્રી દ્વારા સારું એવું સૂચન અને ઉદબોધન પણ આપવામાં આવ્યું હતું.*

*ત્યારબાદ અબડાસા પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ સ્ટાફ તેમજ સમગ્ર અબડાસા ના અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.*

*જેમાં અબડાસાની પોલીસ સ્ટાફે કરેલ સારી કામગીરીને અબડાસાની પ્રજાએ બિરદાવ્યું હતું. ત્યારબાદ નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.*

*આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના ના કર્મચારી નાયબ કલેકટર કચેરીના કર્મચારી મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા સારી કામગીરી કરવા બદલ તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.*

*આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ કલેકટર શ્રી કે જે વાઘેલા સાહેબ… મામલતદાર સાહેબ શ્રી એમ કે કતીરા સાહેબ…તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીર સિંહ જાડેજા…જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા…નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ચૌધરી સાહેબ.. નલિયા પી.એસ.આઇ.આર.બી ટાપરિયા સાહેબ… કોઠારા પી.એસ.આઇ પી.પી ગોહિલ સાહેબ… જખૌ પી.એસ.આઈ શ્રી ખાચર સાહેબ… અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા… જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા… ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા… ગામના વડીલ જુવાનસિંહ જાડેજા… તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ પટેલ… સંગીતાબેન ગોસ્વામી… સિંધોડી ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવી… સીંધોડી ગામના અગ્રણી કાનજીભાઈ ગઢવી…સામાજિક અગ્રણી મયુરસિંહ જાડેજા… સહિતના ઉપસ્થિત રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to