December 22, 2024

રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ અધ્યક્ષ પુષ્પરાજ ગોહિલ સહિતની ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહના સત્કાર સમારોહમાં હાજરી આપી

Share to


ભરુચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરુચના અધ્યક્ષ પુષ્પરાજ ગોહિલ અને જિલ્લાની ટીમ તેમજ નેત્રંગ શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ રાજન ગાંવિત,તાલુકા શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહના સત્કાર સમારોહમાં હાજરી આપી હતી અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી સાથે સાથે વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ખાતરી આપી હતી જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed