December 19, 2024

જૂનાગઢ ના ભેસાણ મારકેટીગ યાર્ડમા કપાસનો હરરાજીનો ભાવ ૧ હજારથી૧૫ સો સુધી બોલાતા ખેડૂતોમાં નારાજગી

Share to



જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ માં કપાસની આવકની દ્રષ્ટિ તેમજ ભાવની દ્રષ્ટિએ ખેડૂતો માટે મોખરે રહ્યું છે પરંતુ આજે ખેડૂતો કપાસ વેચવા માટે આવેલા જેમાં હરાજીના ભાવ માત્ર 1000 થી 1520 મળતા ખેડૂતોને પડયા ઉપર પાટા જેવી સ્થિતિ ઊભી થઈ છે એટલે આ મણનો ભાવ ખૂબ જ ઓછો ખેડૂતોને મળી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષની કપાસના ભાવની સરખામણી કરવા જઈએ તો સરેરાશ 2000 અથવા 2,000 થી ઉપર મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને બમણો માર પડ્યો છે કમોસમી વાતાવરણ જેમાં માવઠા પડ્યા છે વીઘે 15 થી 20 મણ કપાસ ઉતરતો હોય એ આ વર્ષે વીઘાની મણની આવક માત્ર પાંચથી સાત માણજ થઈ છે એટલે બંને બાજુથી ખેડૂતોને માર પડ્યો છે એક બાજુ ભાવ ઓછા મળી રહ્યા છે બીજી તરફ ઉતાર ઓછો આવ્યો છે એટલે ખેડૂતોને 400 થી 500 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે એટલે સીધી ખેડૂતોને મણે ₹500 ની ખોટ જાય છે પોષણ સંભ ભાવ માટે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed