કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડ અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને પીએમ 400 સીટ સાથે 2024 મા જીતીને ફરીથી પીએમ બને તેમ જણાવ્યુ, ગિફ્ટ સિટી મા દારુ અંગે બોલ્યા કે મને કંઈ ખબર નથી!

Share to
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી અલગઅલગ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે,ત્યારે અંબાજી મંદિરમાં પણ ભક્તોની સાથે સાથે વીઆઇપી અને રાજકીય નેતાઓ અને મંત્રીઓ પણ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં આજે સવારે કેન્દ્રીય નાણાં મંત્રી ભાગવત કરાડ દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.અંબાજી મંદિરમાં તેમને માતાજીનાં દર્શન કર્યા હતા અને પૂજારી દ્વારા તેમને ચૂંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું,મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિર અને માતાજીનાં ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
મિડીયા સાથેની વાતચીતમાં તેમણે અંબાજી ના વિકાસ ઊપર ઘણી ચર્ચા કરી હતી અને આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનશે સાથે સાથે ગિફ્ટ સિટી મા દારુ ની છુટ પર બોલ્યા કે મને આ બાબતે કંઈ ખબર નથી. તેમણે વધુમાં આ પણ જણાવ્યુ કે 2024 મા પીએમ ફરીથી 400 સીટ સાથે દેશનાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે અને ભારત વિશ્વ ગુરુ બનશે. અંબાજી મંદિરમાં આજે માઈ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિસમસ વેકેશન ના સમયે ભીડ જોવા મળી હતી.


:- અંબાજી મંદિરમાં રવિવારે માતાજીના દર્શન કરવા આવ્યા :-

અંબાજી મંદિરમાં આજે સવારે ભાગવત કરાડ, કેન્દ્રીય નાણાં મંત્રી ભારત સરકાર માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને તેમણે ગુજરાત અને અંબાજીના વખાણ કર્યા હતા
. અંબાજી ભાજપ મંડળ સાથે વિવિઘ નેતાઓ કાર્યકરો હાજર રહ્યા હતા.


Share to