December 23, 2024

જુનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે રઘુવંશી તન્ના પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું

Share to


ભેસાણના ચુડા ગામના નિવાસી (હાલ નવસારી) રઘુવંશી તન્ના પરિવાર દ્વારા વડીયા મુકામે ભાગવત કથા નુ આયોજન કરેલ છે વક્તા મહોદય ધારી ના વતની હાલ સુરત શાસ્ત્રી વક્તા એ શ્રી પતુદાદા ના સ્વમુખે ભાગવત જ્ઞાન ગંગા નુ સંગીતમય સાથે રસપાન કરાવી રહ્યા છે સાથે સાથે વ્રજવાસી મંડળી દ્વારા બાળકોને વેશભૂષામાં અલગ અલગ ચરીત્રો દ્વારા આપણી વૈદિક સંસ્કૃતિ નો પરીચય થાય અને ચરીત્રો ની ઓળખાય તેવો પ્રયાસ છે સાથે જલારામ જયંતી એ વડીયા અને ચુડા (સોરઠ) ગામે બ્રમભોજન અને ચોરાસી કરી ને જલારામ જયંતી ની ઉજવણી કરી માતૃભૂમિ ના ઋણ ને સાર્થક કરવા “જનની જન્મ ભુમી ” ના સંસ્કાર ને સાર્થક કરતાં તન્ના પરીવાર પોતાના બાહ્ય મોજશોખ ને છોડી ને પોતાના પરીવાર ના સંસ્કાર સાથે જોડાયેલા રહે તે હેતુ થી તન મન ધન થી સત્કાર્યો મા ધન વાપરતા રહ્યા છે શ્રોતાઓ ખૂબ ધામધૂમથી કથા શ્રવણ કરી રહ્યા છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed