યુવરાજસિંહ ને દેડીયાપાડા જતા નેત્રંગ નાં થવા પાસેથી ડીટેઇન કરી પરત રવાના કરાયાં

Share toદેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સોમવારે દેડિયાપાડામાં ધરણાંનું આયોજન કરાયું હતું. પણ પોલીસે પરવાનગી નહિ આપતાં છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરી દેવાયો હતો. કાર્યક્રમ રદ હોવા છતાં આગેવાનો એકત્ર ન થાય તે માટે રવિવારે રાતથી દેડિયાપાડા તરફ આવા જવાના નાં તમામ માર્ગો પર કુલ 7 સ્થળેનાકાબંધી કરી દેવામાં આવી હતી. ત્યારે નેત્રંગ પોલિશ દ્વારા પણ કવચિયા બેડાકપની (થવા), અને મોવી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારે થવા ચેક પોસ્ટ પર ફરજ પર નાં પોલિશ કર્મી દ્વારા ચેકીંગ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં ગૂજરાત નાં વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દેડિયાપાડા જઈ રહયાં હતાં ત્યારે તેમ નાં સાથે પ્રકાશ રમેશ વસવા, કિરણ રાજેશ વસવા અનંત હર્ષદ પંચાલ રહે ડેહલી ને નેત્રંગ નજીક થવા ચેકપોસ્ટ પાસે અટકાવી પૂછ પરછ કરતાં દેડીયાપાડા જવાનું જણાવેલ હતું, જો તેઓ દેડીયાપાડા જાય તો એઓની હાજરી થી દેડીયાપાડા ખાતે કાયદો વ્યવસ્થા ખોરવાય તેમહોય તે બાબતે તેઓને crpe કલમ ૬૮ મુજબ ડીટેઇન કરાયા હતા,


બ્યુરો ચીફ ભરૂચ
DNS NEWS


Share to