આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલ પોલીસ ફરિયાદને લઈ ઠેરઠેર આદિવાસી સમાજ અને અન્ય સંગઠનો આગળ આવી સમર્થન આપી ન્યાયની માંગ કરી રહ્યા છે.ત્યારે મંગળવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણ,પૂર્વ ભરૂચ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ,આગેવાન સંદીપ માંગરોલા,જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી,હેમેન્દ્ર કોઠીવાલા,જ્યોતિબેન તડવી,ભરૂચ જીલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ સંજય વસાવા, ઝઘડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા,નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરપત વસાવા તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ નેત્રંગ ચાર રસ્તા ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંગલ અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો.મનમોહન સિંઘના નેતૃત્વ કાયદો બનાવવામાં આવ્યો હતો જેનો અમલ કરવામાં ભાજપ શાસીત ગુજરાત સરકારે વિલંબ સાથે સંપૂર્ણ અમલ કરવામા આનાકાની કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત આજદિન સુધી ખેડૂતોને જમીન ખેડતા હોવા છતાં માલિકીના હક્કો આપવામાં આવ્યા નથી.તાજેતરમાં ડેડીયાપાડાના બોગજ કોલીવાડા ગામે સ્થાનિક ખેડૂતને આપેલી સનદને નજર અંદાજ કરી કપાસનો ઉભો પાક જંગલ ખાતા દ્વારા નાશ કરવામાં આવ્યો અને નીતિ નિયમોને નેવે મૂકી સ્થાનીક ફોરેસ્ટ અધિકારીઓએ આદિવાસી ખેડૂતો સાથે અમાનવીય કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આટલેથી નહીં અટ્કતા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.જેનો પણ વિરોધ કરી આ ખોટી ફરિયાદ રદ્દ કરવા સાથે જંગલ ખાતાની ભૂલ સામે કડક રાહે પગલાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ