December 17, 2024

ડેડીયાપાડા પોલીસની સફળતા : ટાટા સફારી ગાડી માંથી રૂ.21.82લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

Share to



– ડેડીયાપાડા પીઆઈ પી.જે.પંડ્યા એક બાદ એક વિદેશી દારૂ નો મુદામાલ પકડવામાં સફળતા મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવતા બૂટલેગરો માં ફફડાટ ફેલાયો છે

(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ ની ઘૂસણખોરી વારંવાર થાય છે જેમાં ખાસ કરીને ડેડીયાપાડા અને સાગબારા પોલીસ મથક ની હદ માંથી દારૂ ગુજરાત માં આવતો હોવાની બાબતે હાલમાં લાંબા સમય થી ડેડીયાપાડા પોલીસ બાઝ નજર રાખી વોચ માં રહે છે ત્યારે તાજેતર માં જ મોસદા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂ.3.20 લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી ઝડપી પાડયો હતો અને આજે ડેડીયાપાડા પોલીસને વધુ એક સફળતા મળી છે જેમાં દેડીયાપાડા,નવાગામ રોડ પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો હતો
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ વોચ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે દેડીયાપાડા નવાગામ રોડ પાસેથી પસાર થતી ટાટા સફારી ગાડી નંબર GJ 05 RU 9834 ના ચાલકે પોતાના કબ્જામાંની ટાટા સફારી ગાડીમાં ઇગ્લીશ દારૂની ૧૨ બ્રાંડ ની નાની મોટી બોટલો નંગ-નંગ-૮૦૬ કિં.રૂ.૧,૮૨,૨૦૦/-તથા ટાટા સફારી ગાડી નંગ-૦૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-તથા મળી કુલ કિ.રૂ.૨૧,૮૨,૨૦૦/- નો પ્રોહી.મુદ્દામાલ વાહતુક કરી લાવી પોલીસે પીછો કરતા ગાડી નો ચાલક જોઇ જતા ગાડી રોડની સાઇડમાં મુકી નાશી છૂટ્યો હતો જેથી પોલીસે ટાટા સફારી ગાડીમાંથી રૂ. ઇગ્લીશ દારૂની ૧૨ બ્રાંડ નાની મોટી બોટલો નંગ-નંગ-૮૦૬ કિં.રૂ.૧,૮૨,૨૦૦/ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે તેમજ ગાડી મૂકી નાશી ગયેલા ચાલક નો શોધોખોળ આદરી છે. આ કેસની તપાસ પી.જે.પંડ્યા,પીઆઈ, દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે. આમ ડેડીયાપાડા પીઆઈ પી.જે.પંડ્યા એ એક બાદ એક વિદેશી દારૂ નો મુદામાલ પકડવામાં સફળતા મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવતા બૂટલેગરો માં ફફડાટ ફેલાયલો જોવા મળ્યો છે.


Share to

You may have missed