ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામના પાવર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ એજ્યુકેશન કપ-2023માં સાગબારા ઇલેવનનો ભવ્ય વિજય થયો

Share toગત તારીખ-14મી ઓકટોબરના રોજ ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામના પાવર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એજ્યુકેશન કપ-2023નો પ્રારંભ થયો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરુચ,વાગરા,નેત્રંગ,વાલિયા,ઝઘડીયા,આમોદ,જંબુસર અને સાગબારા,ડેડીયાપાડા,ઉમરપાડાની શિક્ષકોની 16 ટીમોએ ભાગ લીધો હતો આ એજ્યુકેશન કપની ફાઇનલ મેચ રણજી પ્લેયર અર્ષદ ચેલવાણી તેમજ સિનિયર સુધાશુંણી ઉપસ્થિતિમાં રમાઈ હતી જેમાં નેત્રંગ-એ અને સાગબારા ઇલેવન વચ્ચે રમાયેલ ફાઇનલ મેચમાં સાગબારા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે નેત્રંગ-એ ઇલેવ રનર્સઅપ રહી હતી વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન પવન ક્રિકેટ ગ્રાઉન્ડના ચંદ્રકાંત વસાવાએ કર્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed