*ચોરી થયેલ જેસીબી સાથે એકને ઝડપી પાડ્યો..*
*અન્ય બે વોન્ટેડ…*. કરજણ ગ્રૂપ યોજનાની સાઇટ પરથી થયેલ રૂ.31 લાખ ના જેસીબી મશીન ચોરીનો ભેદ ઉકેલી નેત્રંગ પોલીસે જેસીબી સાથે એક ને ઝડપી પાડી અન્ય બે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે… ભરૃચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંક્લેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા સર્કલ પી.આઇ. બી.એમ.પાટીદાર ના માર્ગદર્શબન મુજબ મિલ્કત સબંધી તથા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.તા.૨૬/૧૦/૨૦૨૩નાં રોજ નેત્રગં તાલુકા મોવી ગામ ખાતે વી.આર.ઇન્ફ્રા.પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નેત્રંગ-વાલીયા રીજીનિયલ વોટર સપ્લાય સ્કીમ કરજણ ખાતે આવેલ પંપ રૂમનાં કમ્પાઉન્ડ આગળ કંપનીનું JCB 3DX મશિન નંબર GJ.06.JF,2970નું પાર્ક કરી મુકેલ. જે JCB મશીનની ચોરી થયેલ .જે બાબતે ગુનો દાખલ કરી તપાસ માટે પોલીસની અલગ- અલગ ટીમો બનાવી નેત્રંગ-ડેડીયાપાડા-રાજપીપળા તરફના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવેલ. તેમાં નર્મદા પોલીસ કમાન્ડ કંટ્રોલ રૂમના નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ફુટેજમાં ચેક કરતાં જેસીબી છોટાઉદેપુર તરફ જતાં રોડ ઉપર જતુ હોવાનું જણાતા નેત્રંગ પોલીસની અલગ-અલગ ટીમો નસવાડી, કવાંટ ,છોટાઉદેપુર રોડ ઉપરનો સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં ચોરીમાં ગયેલ JCB મશીન કવાંટ તરફ ગયેલ હોવાનું જણાઇ આવેલ. જેથી જરૂરી નાકા બંધી કરાવેલ અને JCB મશીનના ઓપોરેટરની પુછપરછ કરતાં આજથી ત્રણેક વર્ષ પહેલા કવાટ ખાતે ઓપરેટર તરીકે કામ કરેલ તે વખતે કવાંટ ખાતે વેલ્ડીંગનું કામ કરતા વનરાજભાઇ રાઠવા સાથે સારી મિત્રતા થઇ ગયેલ હોવાનું જણાવી તેઓ સાથે ટેલિફોનિક વાત-ચીત કરતાં ચોરીમાં ગયેલ JCB મશીન પોતે તથા તેના સાળા-રીયાઝુદ્દીન રઝાકમિયાં અંસારી સાથે ત્રણેવ મળી ચોરી કરી લઇ જઇ JCB મશીનનાં સ્પેરપાર્ટને અલગ-અલગ કરી વેચાણ કરવાનું નક્કી કર્યું હોવાનું કહ્યું હતું . રીયાઝુદ્દીન રઝાકમિયાં અંસારી દ્વારા આ JCB મશિન ચોરી કરી કવાંટ ખાતે વનરાજભાઇ રાઠવાને ત્યાં પહોચાડી દિધેલ છે અને તેમણે કવાંટ ખાતે વજેપુર ગામનાં જંગલમાં રાખેલ હોવાનું જણાવેલ. જેથી તાત્કાલિક નેત્રંગ પોલીસ ટીમ દ્વારા સદર જગ્યાએ જઇ તપાસ કરતા ચોરીમાં ગયેલ JCB મશીન મળી આવેલ .જેની નંબર પ્લેટો તોડી નાંખેલ હાલતમાં હોય જેથી ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં એન્જીન નંબર તથા ચેચીસ નંબર સર્ચ કરી તપાસ કરતાં ચોરીમાં ગયેલ JCB નો નંબર GJ.06.JF,2970 નો હોવાનો જણાય આવેલ..નેત્રંગ પોલીસે ચોરીના રૂ.૩૧,૮૨,૫૦૦/- નું જેસીબી અને મોબાઈલ મળી કુલ .રૂ. ૩૧,૯૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે અફઝલ હુશેન રસુલ મીયાં અંસારી , મુળ રહે-બિહાર ની અટકાયત કરી રીયાઝુદ્દીન રઝાકમિયાં અંસારી રહે.મચ્છગરા તા.ભગવાનપુર જી.સિવાન તેમજ વનરાજભાઇ અનિલભાઇ રાઠવા રહે.વજેપુર સતળીયા ફળિયુ, તા.કવાંટ જી.છોટાઉદેપુરને
વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે…
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ