December 6, 2024

જૂનાગઢ માં આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ શાખા દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ના શુભારંભ રૂપ આયુષ મેળો યોજાયો

Share to




જૂનાગઢ માં ભૂતનાથ મંદિર ખાતે આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત, સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે “હર દિન આયુર્વેદ, હર કિસી કે લિયે આયુર્વેદ” ના સૂત્ર સાથે જુનાગઢ ભૂતનાથ મંદિર ખાતે તા. 27 ઓકટો. 2023 ના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી ના પ્રારંભ રૂપે “આયુષ મેળા” નું ભવ્ય આયોજન સંપન્ન થયું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર ના વરદ હસ્તે કરવામાં આવ્યું. વિશેષમાં અન્ય મહાનુભાવો શ્રી જીતેન્દ્રભાઈ ભીંડી, કિશોરભાઈ ડાંગર, નોબલ આયુર્વેદ કોલેજ ના ડો. કે.એલ. કોરડીયા, જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારીશ્રી ડો. ચંદ્રેશ વ્યાસ, મહાનગરપાલિકા આઈ. સી. ડી. એસ. ના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પ્રણવ ત્રિવેદીએ વન હેલ્થ અને આયુર્વેદ ના હેતુ સાથે આયોજિત આયુષ મેળા બાબતે પરિચય આપ્યો. ઉપસ્થિત તમામ મહાનુભાવો એ પ્રાસંગિક ઉદબોધન આપેલ અને શ્રી હરેશભાઈ ઠુમ્મર,જિલ્લા પંચાયત, જૂનાગઢ ના પ્રમુખ શ્રીએ આયુર્વેદ અનુસાર જીવન પદ્ધતિ અને ખોરાક બાબતે જાગૃત થવા લોકોને પ્રેરણા આપી અને આયુર્વેદ ની કામગીરી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા કાર્યો કરવા જિલ્લા પંચાયત ના સંપૂર્ણ સહકારની ખાતરી આપી આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી.
આ આયુષ મેળામાં આયુર્વેદની ખાસ પદ્ધતિઓ પંચકર્મ, અગ્નિકર્મ, અને અને હોમિયોપેથી પદ્ધતિથી વિનામૂલ્ય નિદાન અને સારવાર આપવામાં આવી.
સાથે જ યોગ પ્રાણાયામ, દિનચર્યા, ઋતુચર્યા, આસપાસની અને રસોડાની ઔષધીઓ, પાંડુ અને કુપોષણ નિવારણ વગેરે વિષય પર પ્રત્યક્ષીક પ્રદર્શન રાખવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના આયુષ હેલ્થને વેલનેસ સેન્ટર ખાતે કાર્યરત યોગ ઈન્સ્ટ્રક્ટર દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આંતરરાષ્ટ્રીય મિલેટ યર ની ઉજવણીને અનુલક્ષીને મીલેટ (શ્રી ધાન્ય) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉત્સાહભેર અનેક લોકોએ ભાગ લીધેલ. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી અને પ્રમાણપત્ર આપીને બીરદાવ્યા હતા.
જૂનાગઢ શહેરની જનતા અને વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આયુષ મેળાના પ્રદર્શન નો લાભ લીધો હતો. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ ને તબીબો દ્વારા આયુર્વેદ અને સ્વાસ્થ્ય બાબતે પ્રવચન આપવામાં આવેલ.
આયુષ મેળામાં આયોજિત નિદાન કેમ્પમાં 400 થી વધુ લોકોએ વિનામૂલ્યે નિદાન સારવાર નો લાભ લીધેલ અગ્નિ કર્મ સારવારનો 60 લોકોએ લાભ લીધેલ અને 2800 કરતા વધુ લોકોએ પ્રદર્શનનો લાભ લીધેલ હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed