બોડેલી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા પોતા ની પડતર માંગણી ને લઈને થાળી અને ઘંટ વગાડીને કર્યો વિરોધ

Share toબોડેલી તાલુકાના એસટી કર્મીઓ થાળી અને ઘંટ વગાડીને સરકાર સામે વિરોધ કર્યો

19 પડતર માંગણીને એસટીના કર્મીઓ ઘંટનાદ અને ભારે સુત્રોચાર કર્યા

બોક્સ
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે આગામી સમયમાં જિલ્લાની 150 જેટલી એસટી બસ થભાવી દેવાની ચીમકી

બોડેલી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા પોતા ની પડતર માંગણી ને લઈને થાળી અને ઘંટ વગાડીને વિરોધ કરવામાં આવ્યો પોતાના પડતર પ્રશ્નો ની માંગ સહિતના મુદ્દે યુનિયન આગેવાનો દ્વારા બે દિવસ પહેલા કાળી પટ્ટી બાંધીને માંગણીઓ અંગે આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરાયો હતો પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 2જી નવેમ્બરથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી
એસટી ડેપો કર્મચારીઓના પડતર પ્રશ્નો ની માંગ સહિતના મુદ્દે યુનિયન આગેવાનો અને કર્મચારીઓ દ્વારા આજે બોડેલી એસટી ડેપો બહાર 31 થઈ અને થાળી અને ઘંટ વગાડી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્ર ચાર પોકાર્યા હતા મળતી વિગતો મુજબ તા. ૨૩ થી આંદોલન શરૂ થશે. જેમાં તા. ૨૩ મીએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવાશે, બાદમાં સૂત્રોચ્ચાર – દેખાવો- ડેપો-ડીવીઝન કચેરીએ ધરણા-આવેદનો અપાશે, અને ત્યારબાદ પણ જો નિવેડો નહી આવે તો રાજયભરના એસટી હજજારો કર્મચારીઓ તા. ૨ નવેમ્બરથી મધ રાત્રે ૧૨ વાગ્યાથી બેમૂદતી હડતાલ ઉપર ઉતરી જશે, દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે જ કર્મચારીઓ હડતાલ ઉપર જનાર હોય મેનેજમેન્ટ પણ મુંઝવણમાં મૂકાયું છે ત્યારે પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોના કર્મચારીઓ એસટી નિગમના કર્મચારીઓના પ્રશ્નોમાં ૧૯ પડતર માંગણીઓ અંગે આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર થઇ રહ્યો છે.ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed