December 23, 2024

જૂનાગઢ ના વિસાવદર નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ રજનીકભાઈ ડોબરીયા એ કાર્યકરો ની ટીમ સાથે ઘરે ઘરે જઈ ને ફોગર દ્વારા ડેન્ગ્યુ મછરજન્ય પ્રતિરોધક દવા નો છટકાવ કર્યો

Share to



જૂનાગઢ ના વિસાવદર નગર પાલિકા ના કોંગ્રેસી પૂર્વ પ્રમુખ અને પોતાના મત વિસ્તારને ઘર અને મતદારોને પોતાનો પરિવાર સમજીને નગર સેવક રજનીક ડોબરીયા ની લોક સેવક તરીકે ખુબજ સફળ કામગિરિ કરી રહ્યા છે જેમાં
વિસાવદર નગર પાલિકા માં છેલ્લા 30 વર્ષ થી પોતાનો મત વિસ્તાર ડોબરીયા પ્લોટ અને સ્વામીનારાયન ગુરુકુળ વિસ્તાર માં સતત ચૂંટાતા આવતા રજનિકભાઈ ડોબરીયા પહેલે થી જ પોતાના મત વિસ્તાર ને પોતાનું ઘર અને પોતાના મતદારો ને પોતાના પરિવાર નું સભ્ય સમજતા હોય તે જગ જાહેર છે…*
અત્યારે વિસાવદર શહેર માં ચોમાંસાની બેવડી ઋતુમાં તાવ, મેલરિય ડેન્ગ્યુ જેવા રોગએ માથું ઉચક્યું છે જેમાં લોકોને સતત ડર સતાવી રહ્યો હોય તેવા સમયે પોતાના મત વિસ્તાર માં ખુદ નગર સેવક રજનિકભાઇ ડોબરીયા પોતાના મત વિસ્તાર માં ઘરે ઘરે જઈ ને, એક પણ પરિવારના સભ્ય ને તાવ મેલરિયા ડેન્ગ્યુ નો ભોગ ના બને તે હેતુ થી પોતા ના કાર્યકરો ની ટીમ લઈ ને પોતે જાતે ઘરે ઘરે જઈ ને ફોગર દ્વારા ડેન્ગ્યુ મછર પ્રતિરોધક દવા નો છટકાવ કરાવામાં આવ્યો હતો

આ સ્વાથ્ય સંબધિત જાહેર માનવહીત કામગિરિ કરવા બદલ વિસાવદર શહેર માં સારા પ્રતિષ્ઠિત નાગરિકો અને સરકારી અધિકારીઓ એ સારી કામગીરી કરવા બદલ, નગર સેવક રજનીકuભાઈ ડોબરીયા ને અભિનદન આપ્યા હતા સાથે મદદ કરવા અને સેવાકીય કાર્ય માં હમેસ તેમની સાથે સહકાર આપવા બાયેંધરી પણ આપી હતી…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed