સજાતીય લગ્ન બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા, રાજપીપળા ના ગે-પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ની પ્રતિક્રિયા

Share to



ઈકરામ મલેક:રાજપીપળા



છેલ્લા ઘણા સમયથી ભારતની અંદર સમલૈંગિક કેટલાક સંગઠનો દ્વારા તેઓના લગ્નને કાયદેસરની માન્યતા મળે માટે તેઓ અલગ અલગ સ્તરે માંગણી કરી રહ્યા હતા ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં સમલૈંગિકો એટલે કે એલજીબીટી સંગઠનો દ્વારા પીટિશનો દાખલ કરવામાં આવી હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટે અલગ અલગ રાજ્યોમાં દાખલ થયેલી પિટિશનને એક જ પ્લેટફોર્મમાં લઈ આવી તેની સુનાવણી શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો પક્ષ રજુ કરાયો હતો અને પાંચ જજોની પીઠ દ્વારા આજે ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા એલજીબીટી એટલેકે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવા બાબતે પોતાના અધિકાર ક્ષેત્રમાં ન આવતું હોવાની વાત કહી છે.

ત્યારે ભારતના સમલૈંગિક સંગઠનોમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે એક તરફ તેઓ એવું પણ કરી રહ્યા છે કે હવે અમારે કઈ તરફ જવું તેનો રસ્તો મોકળો થઈ ગયો છે કારણ કે હવે તેઓ પાર્લામેન્ટ પાસે આ બાબતના કાયદાની માંગણી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી શકશે અને એની સાથે સાથે તેઓએ નિરાશા પણ વ્યક્ત કરી છે.
ત્યારે ભારતના કેટલાક સંગઠનો કે જે સમલૈંગિક વિવાહ ના વિરોધમાં છે તેઓએ આ મામલા પર ખુશી વ્યક્ત કરી છે અને આ ચુકાદાને આવકાર્યો છે ત્યારે રાજપીપળાના રાજવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા માધ્યમો સાથે વાત કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે હવે અલગ અલગ રાજ્યના સ્થાનિક ધારાસભ્યો સાંસદો પાસે આ લગ્નને કાયદેસરની માન્યતા મળે અને તેઓ પોતાનો પક્ષ વિધાનસભા લોકસભામાં રજૂ કરી શકે તે માટે તેઓ માંગણી કરવાની વાત તેમણે કરી હતી.


Share to

You may have missed