December 23, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકા રાણપુર ગામના ખેડૂતો દ્વારા ખેતીવાડી ફિડરમાં સળંગ આઠ કલાક પાવર આપવાને બદલે ચાર ચાર કલાક પાવર આપવા મામલતદાર અને જીઇબી કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું

Share to



જૂનાગઢમાં કિસાન સર્વોદય યોજના અંતર્ગત ખેતીવાડી માટે સળંગ આઠ કલાક વીજળી દિવસે આપવા માટે છેલ્લા 3 વર્ષ થી ખેડૂતોની માંગ હતી આ માંગ સરકાર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને સતત એકી સાથે આઠ કલાક ખેડૂતોને પિયત માટે રાત્રીના બદલે દિવસે વીજળી આપવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જંગલ વિસ્તારમાં અને જંગલ વિસ્તારની આજુ બાજુમાં આવતા ખેડૂતોને દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ હતી જેમાં સિંહ દીપડા જેવા જંગલી પશુઓ અવારનવાર ખેડૂતો ઉપર જાનલેવા હુમલા કરતા હતા એટલે ખેડૂતોને રાત્રે ચાર કલાક અને દિવસે ચાર કલાક એમ વીજળી મળતી હતી અને હવે સતત દિવસના આઠ કલાક પિયત માટે વીજળી મળી રહી છે હવે ખેડૂતોની મુખ્ય માંગે એછે કે પિયત માટે વીજળી સવારે ચાર કલાક અને બપોર પછીના સમયમાં ચાર કલાક જો વીજળી આપવામાં આવે તો ખેતી કામ પણ સરળતાથી થઈ શકે તેમ છે અને જે સવારનું પાણી હોય એ કુવાબોરમાં પતી ગયું હોય તો બપોર પછી પણ આ રિચાર્જ પણ થઈ શકે તો શિયાળુ ખેતીના પાક માટે પિયત કરી સકાય બહોળી સંખ્યામાં ખેડૂતોએ સતત આઠ કલાકને બદલે ચાર ચાર કલાક વીજળી આપવા માટે મામલતદાર કચેરી તેમજ જીઇબી ઓફિસે આવેદનપત્ર આપીને માગણી કરી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed