December 23, 2024

બલેશ્વર ગામનાં ચદ્રકાંત ભાઈ વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી.

Share to




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામનાં ચદ્રકાંત ભાઈ વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી અગાઉ ઈશ્વર ભાઈ કે વસાવા પ્રમુખ હતા તેઓએ સ્વેચ્છિક રાજીનામું આપતા તેઓની જગ્યાએ આદિવાસી સમાજ તેમજ બહુજન સમાજમાં અપાર લોકચાહના ધરાવતા અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા પુર અસરગ્રસ્તો ને વ્હારે આવી અનાજ તેમજ કપડાં તેમજ શાળાઓ ના વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ તેમજ યુનિફોર્મ વગેરે ની જરૂરિયાતો ની મદદ કરી માનવતા મહેકાવી હતી અને ભરૂચ નર્મદા જિલ્લાનાં યુવાઓનાં લોકપ્રિય ભરૂચ જિલ્લા ક્વોરી એસોસીએશન પ્રમુખ એવા ચંદ્રકાંતભાઈ વસાવા બલેશ્વરના ઓને આજરોજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓ ના સમર્થકોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી.અને તેઓના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed