જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો ભાવ ઓછો મળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનું આવ્યો

Share to




આ વર્ષે જુનાગઢ જિલ્લામાં કપાસ મગફળી સોયાબીનના મુખ્ય વાવેતર થયા હોય એમાં પણ ખેડૂતોએ કપાસનું બમણું વાવેતર કર્યું છે જેમાં ચોમાસુ અનબેલેન્સ રહ્યું હતું અને વરસાદે સાંતાકૂકડે રમી હતી
ઢોઠ મહિનો વરસાદ આવે અને પાછો દોઢ મહિનો બિલકુલ વરસાદ ન હોય અને પછી ખેડૂતો ઉપર માવઠાનો માર
એટલે ખેડૂતોના પાકોમાં ફ્લાવરિંગ નો સમય હતો ત્યારે વરસાદ પડ્યો એટલે ફ્લાવરિંગ બધું જ ખરી ગયું જેને કારણે કપાસની અંદર વીઘે 20 થી 25 પણ ઉતારો બેસવાનો હોય તેની જગ્યાએ 8 થી 12 મણનો જ ખુબજ ઓછો ઉતારો આવ્યો છે એટલે ખેડૂતોએ વિધે 5 થી 8 હજારનો ખર્ચ તો ચડાવી દીધો હતો જેમાં ખેડૂતોને ઉત્પાદન ઓછું આવ્યું અને પૂરતો ભાવ પણ ન મળ્યો એટલે ખેડૂતોને બન્ને બાજુથી નુકસાની વેઢવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે બધીજ મોંધવારી માં 200 ટકાનો વધારો કરે છે તો ખેડૂતોની જણસી નાભાવ કેમ નથી વધારતા દવા બિયારણ મજૂરી બધુજ મોંઘું દાટ ખેડૂતો પરસેવો પાડીને ખેતી કરે અને એમાં પણ પૂરતા ભાવ નમળે તો ખેડૂતોને ખેતી કરવી કેવી રીતે આજે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા માટે આવ્યા તો હરાજીના મણ નો ભાવ 1400 થી 1525 સુધી જ મળ્યો જેમાં પાછલા બે વર્ષ ની સરખામણી એ 1950 થી લઈ અને 2800 જેવા ખેડૂતોને ભાવ મળી રહ્યા હતા આજે માત્ર મણ ના ભાવ 1500 મળતા સરકાર પાસે ભાવ વધારો માંગી રહ્યા છેખેડૂતોને બજાર ભાવો એ રાતા પાણી એ રોવળાવ્યાં

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to