September 10, 2024

જૂનાગઢ ના ભેસાણ માં નવરાત્રીને લઈને માટીના. સ્વદેશી ગરબાનું ધોમ વેચાણ

Share to




જૂનાગઢના ભેસાણા માં માટીના સ્વદેશી ગરબાની ડિમાન્ડ વધી રવિવાર થી નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે જેમાં સ્વદેશી માટીના ગરબા ની ખુબ ડિમાન્ડ હોય અને ખરીદી પણ પુર જોશમાં ચલીરહી છે અત્યારે બજારમાં માટીના ગરબા ને ચાકડે ચડાવીને રંગ રોગાન કરનાર શાંતિલાલ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી ગરબા જાતે બનાવે છે અને આમાં ખાસ ખાચરની લાદ માંથી એટલે કે છાણથી કાચી માટીના ગરબા ને રંગરોગાન કરીને જાતે તૈયાર કરે છે અત્યારે સ્વદેશી ગરબાની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે અને હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ગરબાનું વેચાણ પણ અમારે ત્યાંથી થાય છે ભારત ભરમાં નવરાત્રીનું મહત્વ ગુજરાતમાં ખૂબ જ હોય છે અને માતાજીના ભક્તો ખૂબ ઉત્સભેર આ પર્વ ઉજવતા હોય છે
હિન્દુ ધર્મ માં નવરાત્રિનું ખુબજ મહત્વ છે માતાજીના ભક્તો ઘરમાં ગરબો પધરાવીને સતત નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે જેમાં અનુષ્ઠાન લાડુપ્રસાદ ગરબા ગાવા માતાજીની આરતી અને રાસરમીને નવરાત્રીનો ભાવભેર ગુજરાતીઓ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed