December 23, 2024

નલિયામા આઈસીડીએસ કચેરી દ્વારા “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળો યોજાયો.

Share to



આજરોજ તા.13/10/2023 નાં રોજ પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી દશરથભાઈ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળવિકાસ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા વ્હાલી દિકરી યોજના તેમજ પુર્ણા યોજના નાં સંયુક્ત ઉપક્રમે દિકરી જન્મને પ્રોત્સાહન,કિશોરીઓના શિક્ષણ પોષણ,બાળલગ્ન,સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં ભારત સરકાર ની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ સંયુક્ત ઉપક્રમે અબડાસા તાલુકા કક્ષાએ “કિશોરી મેlળા” નું આયોજન BRC ભવન તાલુકા પંચાયત ના હોલ ખાતે યોજવામાં આવ્યો.
કાર્યક્રમ ની શુભ શરૂઆત સૌ પ્રથમ મંચસ્થ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ બાલિકાઓ દ્વ્રારા સ્વાગતગીત રજૂ કરવામાં આવેલ પધારેલ મહેમાન શ્રી નો પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ સીડીપીઓ શ્રી નિરુબેન મિસ્ત્રી શાબ્દિક આવકારવામાં આવ્યું જિલ્લા પંચાયત ના પુર્ણા કન્સલ્ટ શ્રી વર્ષાબેન ધોળકીયા દ્વારા ખુબજ સુંદર શબ્દો માં કિશોરી મેળા સંદર્ભે કિશોરીના ભવિષ્ય માટે સરસ વક્તવ્ય આપેલ ત્યારબાદ રામપર સેજા ના વર્કર બહેન શ્રી ઇલાબેન યાદવ દ્વારા પુર્ણા યોજના વિષે માહિતગાર કર્યા ત્યારબાદ નલિયા -07 ની કિશોરી પીંજારા મુશ્કાન પુનઃ પ્રવેશ મેળવેલ જેની સાફલ્યગાથા દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કર્યા અબડાસા ઘટક -01 ના સીડીપીઓ શ્રી દિવ્યાબેન જોશી, અબડાસા ઘટક -02 ના સીડીપીઓ શ્રી નિરુબેન મિસ્ત્રી, જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ભાવનાબેન જાડેજા,તાલુકા વિકાસ અધિકારી શ્રી હસમુખભાઈ રાઠવાસાહેબ, બી.આર.સી. કો.ઓર્ડિ.શ્રી લકધીરસિંહ જાડેજા ગામના પ્રથમ નાગરિક શ્રી રામજીભાઇ કોલી,નલિયા બેંક ઓફ બરોડા તરફથી શ્રી જયેશભાઇ શાહ નલિયા પોસ્ટ ઓફિસ તરફથી શ્રી દેવાંઘભાઈ જોશી, આરોગ્ય વિભાગ તરફથી શ્રી રોનકબેન પરમાર, જિલ્લા પંચાયત ના પુર્ણા કન્સલ્ટ શ્રી વર્ષાબેન ધોળકીયા,ITI વિભાગ તરફથી શ્રી સંજયભાઈ પરમાર, WCD શાખા તરફથી શ્રી ભરતભાઈ મકવાણા તેમજ પત્રકાર શ્રી રમેશભાઈ ભાનુશાલી બધા મહાનુભાવો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા ત્યારબાદ શ્રી નિરાલીબેન દ્વારા કિશોરીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને કોઠારા સેજા ની કિશોરી બળિયા મનીષા દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કર્યા. ITI પ્રવેશ અને પુનઃ પ્રવેશ મેળવેલ કિશોરીઓને મહાનુભાવોના હાથે પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું. શ્રી ધર્મીબેન વાઘેલા દ્વારા આભારવિધી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, કિશોરીઓ, કાર્યકર બહેનોના સિગ્નેચર બોર્ડ પર સિગ્નેચર લેવામાં આવ્યા. તેમજ કાર્યક્રમ નો સંપૂર્ણ સંચાલન કે.ડી.મહેશ્વરી સાહેબ દ્વારા કરવામાં આવેલ અને અબડાસા ઘટક- 1,2 ના તમામ કાર્યકરો,તેમજ પુર્ણા યોજના ની કિશોરી સખી અને સહસખી બહોડી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. આઈ.સી.ડી.એસ.કચેરી નો તમામ સ્ટાફ મુખ્ય સેવિકા દિવ્યાબેન જોશી ,નિરુબેન મિસ્ત્રી ,ધર્મીબેન વાઘેલા ,નિકેતાબેન જાની,નિરાલીબેન બારૈયા,એન.એન.એમ. પ્રશાંતભાઈ સિજુ .જનકભાઇ ત્રિવેદી,પી.એસ.ઈ.પાર્થભાઈ ગોસ્વામી, ભર્યા સ્વેતાબેન .આધાર ઓપરેટર મુમતાજબેન નોડે ,ઇબ્રાહિમભાઈ કેર કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ના અંતે અલ્પાહાર લઈ સૌ છૂટાં પડ્યા…….. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસાકચ્છ


Share to

You may have missed