ભરૂચ જિલ્લાના :- વાલીયા ખાતે ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી કરી

Share to
વાલીયા તાલુકાના નાં હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ‘સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત’ થીમ હેઠળ કિશોરી મેળા નું આયોજન કરવામા આવ્યું હતું


આજરોજ ના રોજ વાલિયાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ‘સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત’ થીમ હેઠળ કિશોરી મેળા નું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા , જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરા , આરોગ્ય સમિતિના ચેરમેનશ આરતી પટેલ,તાલુકા પંચાયતના સભ્યો તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કો – ઓર્ડીનેટર શ્રીઓ, જેન્ડર સ્પેશ્યાલિસ્ટશ્રી,તેમજ ન્યુટ્રિશન આસિટન્ટ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.કિશોરી મેળામાં આરોગ્ય, શિક્ષણ,મહિલા અને બાળવિકાસના સ્ટોલ બનાવવામાં આવેલ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રી, કર્મચારી શ્રીઓ એ કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ વિશે માહિતી આપી હતી.સદર કાર્યક્રમમાં કિશોરીઓ, આઈ.સી.ડી.એસ સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો, બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમ ને સફળાપૂર્વક પૂર્ણ કર્યો હતો,


: – ભાવના બેન સી. ડી.પી. ઓ વાલીયા


Share to