જુનાગઢ જિલ્લામાં ચોમાસા પાકનું સોયાબીન નું વાવેતર વિપુલ પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ચોમાસા દરમિયાન જૂન જુલાઈ દરમિયાન સારા વરસાદ પડ્યા હતા બાદમાં ઓગસ્ટ મહિનાથી 45 દિવસ સુધી વરસાદ જ ન હતો જેને લઈને ખેડૂતોએ સોયાબીનમાં પિયત આપીને દવા બિયારણ ખાતર મહેનત મજૂરી કરીને સોયાબીન નો પાક માંડ માંડ પકવ્યો હતો અને એમાં પણ ખેડૂતોને વીધે 20 મણનો સોયાબીન નો ઉતારો આવતો હોય છે વિધે માત્ર 8 થી 12 મણનોજ ઉતારો આવ્યો છે એટલે ખૂબ જ ઓછું ઉત્પાદન આવ્યું છે આજે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવ્યા તો હરાજી નો મણનો ભાવ માત્ર 750 થી 850 મળ્યો એટલે ખેડૂતોને મોટું નુકસાન થયું છેઅને આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે સરકારે સોયાબીનના મણ ના ટેકાના ભાવ 920 જાહેર કર્યા છે અને હજુ સરકાર દ્વારા સોયાબીનના ટેકાના ભાવની ખરીદી પણ ચાલુ ન કરી હોય ખેડૂતોએ ખર્ચ માથે ચડાવી દીધો છે અને હરરાજીના ભાવ પણ નીચા બોલાતા ખેડૂતોમાં રોસ જોવા મળી ત્યારે ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે સરકાર ટેકાના ભાવ 1100 થી 1200 રૂપિયા જાહેર કેર તોજ ખેડૂતોની આજીવિકા ચાલીશકે તેમ છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ