નેત્રંગ તાલુકાનાં કવચીયા ગામે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્ષેત્રિય કક્ષાની ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી

Share to



નેત્રંગ તાલુકામાં ખેતીવાડી વિભાગ અને અદાણી ફાઉન્ડેશન ના સહયોગથી કવચીયા ગામે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્ષેત્રિય કક્ષાની ખેડૂત તાલીમ શિબિર દ્વારા મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કિચન ગાર્ડનિંગ કરી પોતાનો પરિવાર તંદુરસ્ત બંને એ માટે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ ના જિલ્લા ખેતીવાડી અધિકારી પી. આર. માડાણી ના માર્ગદર્શન હેઠળ તાલુકા વિસ્તરણ અધિકારી યોગેશ પવાર દવારા કવચીયા ગામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના થતા ફાયદા તેમજ પ્રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત સમાજ કેવી રીતે બને તેની માહિતી આપવામાં આવી હતી સાથે પ્રાકૃતિક ખેતી કરવા સંકલ્પ લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ પ્રગતિશીલ ખેડૂત તેમજ પ્રાકૃતિક ખેતી કરતા કવચીયા ગામના મનીષ ભાઈ, પુના ભાઈ એ પણ માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું કવચીયા ગામના ગ્રામ સેવક હિંમતભાઈ વસાવા દવારા કાર્યક્રમનો પ્રચાર પ્રસાર અને કાર્યક્રમનું સફળ આયોજન કરી તાલીમને સફળ બનાવી હતી

*વિજય વસાવા નેત્રંગ*


Share to