NSS એ ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા સંચાલિત ભારતીય સરકારી ક્ષેત્રનો જાહેર સેવા કાર્યક્રમ છે. NSS તરીકે પ્રખ્યાત, આ યોજના 1969 માં ગાંધીજીના શતાબ્દી વર્ષમાં શરૂ કરવામાં આવી હતી. સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ કરવાના હેતુથી, NSS એ સ્કૂલ અનેં કોલેજોમાં યુવાનોનું સ્વૈચ્છિક સંગઠન છે.જેમાં શાળામાં ચાલતી વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઉડીને આંખે વળગે એવી રાષ્ટ્રીય પ્રવૃતિ એટલે રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.). રાષ્ટ્રીય સ્તરે પાંગરેલી કેટકેટલીયે પ્રવૃત્તિઓમાં “ હું નહિ પણ તમે ” આ સૂત્ર સાથે કાર્યરત N.S.S. નું સ્થાન નજર અંદાજ ન કરી શકાય.
N.S.S. નું દર્શન સમગ્ર વર્ષ દરમ્યાન નિયમિત અને ખાસ શિબિરની પ્રવૃત્તિના માધ્યમથી થાય છે. જેમકે, પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ખેલકૂદ જેવી નિયમિત પ્રવૃતિઓ N.S.S. ની ઓળખ આપે છે. આ પ્રવૃત્તિ દ્વારા તેજસ્વીતા, સર્જનાત્મકતા, તત્પરતા અને તન્મયતા પેદા કરી વિદ્યાર્થીને સુસંસ્કૃત નાગરિક બનાવવા પ્રયત્ન થાય છે. વિદ્યાર્થી એના જીવનમાં સેવા, બલિદાન અને રાષ્ટ્ર ભાવના વિકસિત કરે એ ધ્યેય N.S.S.નું હાર્દ છે. તે અંતર્ગત ક્રિષ્ના સ્કૂલ ભેંસાણના NSS યુનિટ દ્વારા 𝗡𝗦𝗦 𝗗𝗔𝗬 – 2023 ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શનથી વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી, જેમાં…વ્યસન જાગૃતતા રેલી.
છેવાળા વિસ્તારમાં વસતા શ્રમિક નિરક્ષર પરિવારની ગૃહ મુલાકાત.સિવિલ હોસ્પિટલ તેમજ 108 મુલાકાત.
𝗜𝗧𝗜 શૈક્ષણિક સંસ્થા મુલાકાત.
તાલુકા પંચાયત મુલાકાત.
પોસ્ટ ઑફિસ મુલાકાત.લઈને
શિક્ષણની સાથે સાથે બાળકોમાં કુદરતી આફતો સમયે કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકાય અને અકસ્માત સમયે ક્યાં પ્રકારની સેવા નિભાવી શકાય.
સ્થાનિક સ્વરાજ અને વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાથી પરિચિત કરવામાં આવ્યા તેમજ સમાજ પ્રત્યેની ફરજથી વાકેફ કરાવવા જેવા ઉદ્દેશ્યથી વિવિધ મુલાકાત અને કાર્યક્રમ યોજવામાં આવ્યો..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના