October 3, 2024

નેત્રંગમાં દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગર જેલભેગી

Share to



* રૂ.૯૫,૨૫૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કયૉ,એક વોન્ટેડ ફરાર

તા.૩૦-૦૮-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીઁ પેટ્રોલિંગમાં હતા.ત્યારે નેત્રંગના દામલા કંપનીમાં રહેતી ગીતાબેન સતિષ વસાવા પોતાના ઘરમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે રેડ ગીતાબેન સતિષભાઇ વસાવા રંગેહાથ દારૂનો વેપલો કરતી પકડાઈ ગઈ હતી.ઘરના આંગણામાં ઉભી રાખેલ TVS કંપનીની જુપીટર ગાડી નંબર GJ.16.DL.0795 માં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૨૧૫ જેની કિંમત રૂ.૩૧,૬૫૦ TVS કંપનીની જુપીટર જેની કિંમત રૂ.૫૦,૦૦૦ અને અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૧૩,૬૦૦ મળીને કુલ્લ રૂ.૯૫,૨૫૦ નો મુદ્દામાલ આબ્જે કયૉ હતો.જ્યારે દારૂનો જથ્થો આપી જનાર ડેડીયાપાડાના સંતોષ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to