December 21, 2024

નેત્રંગ પોલીસે કતલખાને લઈ જવાતી ૩૦ ભેંસોને બચાવી

Share to



* વાહન ૨,મોબાઇલ ૩,ખેપિયા ૪ સહિત રૂ.૨૪,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ

તા.૩૦-૦૮-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીઁ વાહનચેકિંગ કરી રહ્યા હતા.જે દરમ્યાન ગુજરાત રાજ્યમાંથી ભેંસો-પાડા ભરી અંકલેશ્વર તરફથી વાલીયા-નેત્રંગ થઇ મહારાષ્ટ્રના ધુલીયા ખાતે કતલ કરવા માટે એક કથ્થય કલરનો આઇસર ટેમ્પો નાંબર જીજે-૦૬-એવી-૯૨૭૯ અને બીજો એક કથ્થય કલરનો અશોક લેલન ગાડી નંબર જીજે-૨૩-એટી-૬૦૮૧ માં ભરીને આવે છે તેવી બાતમીના આધારે નેત્રંગ-રાજપારડી ત્રણ રસ્તા ઉપર એક કથ્થય કલરનો આઇસર ટેમ્પો નંબર જીજે-૦૬-એવી-૯૨૭૯ અને એક બીજો કથ્થય કલરનો અશોક લેલન નંબર જીજે-૨૩.એટી-૬૦૮૧ આવતા રોકી તપાસ કરતાાં બન્ને વાહનોમાંથી ખીંચોખીંચ ભેંસો નંગ-૩૦ ભરેલી મળી આવી હતી.નેત્રંગ પોલીસ કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં બન્ને વાહનોમાં ભરેલ ભેંસો નંગ-૩૦ જેની કિંમત રૂ.૬,૦૦,૦૦૦ની તથા બન્ને વાહનોની કિંમત ૮,૦૦,૦૦૦,મોબાઇલ નંગ-૩ જેની કિંમત રૂ.૧૫,૫૦૦ મળીને કુલ રૂ.૨૪,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરતાં ખળભરાટ મચી જવા પામ્યો હતો.

* બોક્સ :- પકડાયેલ આરોપીઓ….

(1) તોસીફ ગલામ વોરા રહે.વડોદરા (2) આફતાબ દફરોઝ જીવા રહે.વડોદરા
(3) સફવાન અયબ દિવાન રહે.વડોદરા
(4) તોસીફ યાકબ બયજી રહે.વડોદરા

* બોક્સ :- ફરાર આરોપીઓ…..

(1) ફારકભાઇ ઇબ્રાહીમ ગરાસીયા રહે.વડોદરા
(2) સબ્બીરભાઇ દિવાન રહે.વડોદરા

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed