November 22, 2024

લાઠીથી ત્રણ કીલોમીટર દુર પ્રાકૃતિક સૌંદર્યમાં બીરાજમાન શ્રી રામનાથ મહાદેવના પહેલા સોમવારના દશૅન કરીએ અને તેમનો ઈતિહાસ પુજારી પ્રવિણગીરી બાપુનાં મુખે સાંભળીએ

Share to

.
અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના કેરીયા ગામે લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ રામનાથ દાદાનો ઈતિહાસ જાણીએ તો આ જગ્યા જંગલ વિસ્તારમાં હતી અને ગૌચરમાં ગોવાળીયા ગાયો ચરાવતા હતા.
આર પરીવારના રામા નામનો ભરવાડ આ સ્થળે ગાયો ચરાવતો તેમાંથી એક ગાય રોજ દુધ ઓછું આપતી એટલે તેણે તપાસ કરી કે ગાય કોઈ દોહી જતું હશે.પરંતુ આ ગાયના આંચળમાંથી આ જગ્યાએ સ્વયંમ ધારાવાહી થતી જોઈ તેમને અજુગતું લાગતા તેણે ગામ લોકોને જાણ કરી અને ખોદકામ કરતાં શિવલિંગનુ પ્રાગટય થયું તેમની વિધિવત પૂજા અચૅના કરી અને રામા ગોવાળીયાના નામ ઉપરથી રામનાથ મહાદેવ નામ પડ્યું.
શ્રાવણ માસમાં અહી લાઠીના શુક્લ અરૂણભાઇ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિષેક અને આરતી થાય છે
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to