September 5, 2024

મોહબુડી ગામમાં પત્નીની હત્યા કરનાર પતિએ આજીવન કેદની સજા બાદ જેલમાં આત્મહત્યા કરી

Share to



નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પત્નીને મારી નાખનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકાર્યાં બાદ પતિએ જિલ્લા જેલમાં આત્મ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

જેમાં મળતી માહિતી અનુસાર મગનભાઈ જાતરીયાભાઈ વસાવા રહે.સામોટ તા.દેડીયાપાડા તથા સીતાબેન બન્ને પતિ-પત્નિ હોય તા.૨૭/૦૬/૨૦૨૦ ના તેમની નાની દિકરી મેલાબેન ખુબ રડતી હોય જેથી પતિ મગન વસાવા એ પત્ની સીતાબેન ને દીકરી મેલાબેન ને શાંત રાખવા માટે કહેલ તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા પતિ મગન વસાવા એ મોહબુડી (ઉપલી) ગામની સીમમાં આવેલ આશનબાર વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં આવેલ કાચા ઘરમાં પત્ની સીતાબેનના ગળામાં દોરડા વડે ટુપો આપી મોત નિપજાવી તેમણે આત્મહત્યા કરી છે તેવું સાબિત કરવા તેમની લાશના ગળે દોરડું બાંધી ઘરમાં મોભની વળી સાથે લાશ લટકાવી તથા કપડાં બદલી નાંખી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હોય આ કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન. આર.જોષીની કોર્ટમાં ચાલી જતાં જેમાં ફરીયાદી તર્ફે સ૨કા૨ી વડીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મૌખિક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી પતિ મગન વસાવા ને ગુનેગાર ઠેરવી કોર્ટે તારીખ ૧૦ ઓગસ્ટે આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ કર્યો હતો ત્યારબાદ પતિને રાજપીપળા જિલ્લા જેલમાં મોકલી આપ્યા બાદ તારીખ ૧૧ ઓગસ્ટે પતિ મગનભાઇ જાતરીયામાઇ વસાવા ઉં.વ.૨૦ રહે.મોટ તા.ડેડિયાપાડા જી.નર્મદા એ રાજપીપળા જિલ્લા જેલ માં બેરેક નં-ર ની પાછળના ભાગમાં આવેલ પ્લાસ્ટીકની પાઇપ પર ચઢી નીચે પડતું મૂકતા ગંભીર ઈજાઓ થયા બાદ જેલના ફરજના કર્મચારીઓ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ કેદીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ મૃતક ને નિષ્ણાંત ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પત્નીની હત્યાના ગુનામાં કોર્ટે ૧૦ ઓગસ્ટે સજા ફટકારી હતી ત્યારબાદ તેને જિલ્લા જેલ માં મોકલ્યો હતો ત્યાં તારીખ ૧૧ ઓગસ્ટે તેને આ પગલું ભરતા આ બાબત જિલ્લામાં વાયુવેગે ફેલાતા ટોક ઓફ ધ ટાઉન બની હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed