November 29, 2023

ઓનલાઇન હનીટ્રેપ મા ફસાયેલા ડેડીયાપાડા ના શિક્ષકે બચવા માટે રૂપિયા ગુમાવ્યા

Share to



રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામના એક શિક્ષક પાસેથી ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેનાર ઠગ ટોળકી નાં ચાર સાગરીતો વિરૂદ્ધ શિક્ષકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ચુનિલાલ ગામીયાભાઇ વસાવા નામના શિક્ષકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ
તેમના મોબાઇલ નંબરના વોટસએપ ઉપર સુનિતા શર્મા નામની છોકરીની ઓળખ આપી વોટસએપ મેસેજો તથા વિડીયો કોલ કરી વિડીયો કોલીંગના સ્કીન શોટ લઇ સોશીયલ મીડીયામાં અપલોડ ન કરવા માટે રૂ.૫૦૦૦/-ની માગણી કરી તથા બીજા મોબાઇલ ના વપરાશ કરતાએ રામકુમાર પાંડેય સાયબર ક્રાઈમ દિલ્હીના ઓફીસર હોવાની ખોટી ઓળખ આપી ફોન કરી તથા વોટસએપ મેસેજ કરી તમારા ન્યુડ વિડીયો યુ-ટ્યુબમાં અપલોડ થાય છે તેને ડીલીટ કરવા માટે હુ મોકલાવુ તે નંબર ઉપર વાત કરી પૈસા નાખી ડીલીટ શર્ટીફિકેટ મેળવવાની વાત કરી વોટસએપના માધ્યમથી અન્ય મોબાઇલ થી સંજય સિંઘ નામના વ્યક્તિનો નંબર મોકલેલ જે મોબાઇલ ઉપર વાત કરતા આ શિક્ષક પાસે વિડીયો ડિલીટ કરવા માટે રૂ.૩૭,૭૦૦/- ની માંગણી ત્યારબાદ બીજા બે ન્યુડ વિડીયો ડિલીટ કરવા માટે બીજી વખત રૂ.૩૭,૭૦૦/-નખાવી તેમજ ત્રીજી વાર રૂ.૨૦,૦૦૦ /- તથા ચોથી વખત રૂ.૧૭,૭૦૦/મળી કુલ્લે રૂ. રૂ.૧,૧૩, ૧૦૦/- PHONE pay Google Pay Paytm મા નખાવી રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી ઠગાઇ કરી વિડીયો અપલોડ કરી ગુનો કરનાર ચાર વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


Share to