November 22, 2024

જૂનાગઢ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઇવનગર રોડ ઉપરથી એક 12 વર્ષીય સગીર બાળક ગુમ થયેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા,બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતી જૂનાગઢ પોલીસ

Share to


_તાજેતરમાં જૂનાગઢ શહેર ખાતે 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોઈ, જૂનાગઢ જિલ્લા પોલિસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, એ.એસ.આઈ. ઇન્દ્રજીતસિંહ, દિલીપભાઈ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, ચેતનસિંહ, સહિતની ટીમ રાખવામાં આવેલ ખાસ ઝુંબેશ અનુસંધાને પેટ્રોલિંગમાં હોઈ, પેટ્રોલિંગ દરમિયાન ઇવનગર રોડ ઉપરથી એક 12 વર્ષીય સગીર શંકાસ્પદ હાલતમાં મળી આવતા, જુનાગઢ પોલીસ ટીમ દ્વારા પૂછપરછ કરતા, સંતોષકારક જવાબ નહીં આપતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા…._

_જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે* તેવો ઉદ્દેશ ધરાવે છે…_

_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, એ.એસ.આઈ. ઇન્દ્રજીતસિંહ, દિલીપભાઈ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા મળી આવેલ 12 વર્ષીય સગીર બાળકને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે મેંદરડાના રહેવાસી હોવાનું અને પોતાનું નામ કરણ દિલીપભાઈ દેવીપૂજક ઉવ. 12 રહે. પોષ્ટ ઓફીસ પાછળ, આલિધરા રોડ, મેંદરડા જી. જૂનાગઢ હોવાનું અને પોતાના માતાપિતાને કહયા વગર ભાગીને આવેલા હોવાનું જણાવેલ. તેની પાસેથી તેના કુટુંબીજનોની વિગત આધારે મેંદરડા પોલીસ સાથે સંપર્ક કરવામાં આવતા, મેંદરડા પોલીસ સ્ટેશન મારફતે તેના ઘરના સભ્યોને જાણ કરેલ હોઈ, તેના પિતા દિલીપભાઈ હરિભાઈ મકવાણા દેવીપૂજક સહિતના પરિવારજનો મેંદરડાથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ બાળક કરણને તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ પોતાનું બાળક હેમખેમ મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર* માનેલ હતો. પોલીસ દ્વારા પણ પોતાના બાળકને સાચવવા પરિવારજનોને વિનંતી કરવામાં આવેલ હતી…._

_જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મળી આવેલ સગીર બાળકને સામેથી તેના પરિવારજનોને સોંપી, પરિવાર સાથે મિલન કરાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા* થઈ રહી છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ


Share to