


ભરૂચ જિલ્લા સહિત આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનનાં વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા ઉપ પ્રમુખ શેરખાન પઠાણ,ઝગડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા અને નરપત વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ બિરસા મુંડા ચોકડીથી ભવ્ય વિશાલ રેલી યોજવામાં આવી હતી. જે નેત્રંગ ચાર રસ્તા થી પ્રસ્થાન કરી ત્યાં થી જીન બજાર, મંગળવાળી વિસ્તાર, ગાંધીબજાર, જવાહર બજાર થી ફરી પરત ચાર રસ્તા ખાતે થી એસ.પી પ્રેટોલ પંપએ પૂર્ણાહૂતિ અને કરવામાં આવી હતી. જેમાં આદિવાસી શાસ્ત્રો સાથે યુવાનો અને આગેવાનો બેન્ડના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
તેમજ આગામી ૧૫ નવેમ્બરને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને લઇને નેત્રંગ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..