નર્મદા જિલ્લામાં ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી નાંદોદ અને દેડિયાપાડા તાલુકા મથકે કરાશે

Share to



*દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને નાંદોદમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે*

*વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી સાથે જિલ્લાના નાગરિકો માટે ૩.૫ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ૯.૫ કરોડના નવા કામોના ખાતમુહૂર્ત કરાશે*

૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના માન. કેબિનેટ મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ અવસરે નર્મદા જિલ્લાના નાગરિકો માટે ૩.૫ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ૯.૫ કરોડના નવા કામોના ખાતમુહૂર્તની ભેટ અપાશે. જેમાં હાટ બજાર સેલંબા, ચેકડેમ અને સામુહિક જૂથ કૂવા, રોડ રસ્તા, નાળા, પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ જેવા કામોનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લામાં દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૯મી ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે. મંત્રીશ્રીની હાજરીમાં જ મારી માટી મારો દેશ કાર્યક્રમ પણ યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી ૧૨:૦૦ કલાકે વડોદરા ખાતે જવા રવાના થશે.

નાંદોદ તાલુકાનો કાર્યક્રમ રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અઘ્યક્ષસ્થાતામાં રાજપીપલાની શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ કેમ્પસમાં સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી બપોરે ૧૨:૩૦ કલાકે “મારી માટી મારો દેશ” અભિયાનના કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના અકુવાડા ગામે હાજરી આપશે. જ્યાં ગામ લોકો દ્વારા મંત્રીશ્રીની હાજરીમાં ૭૫ વૃક્ષના રોપાનું વાવેતર પણ કરાશે. બાદમાં મંત્રીશ્રી નવા રાજુવાડિયાના પ્રગતિશીલ ખેતડૂત અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા શ્રી સતીષભાઈ પટેલના ખેતરની મુલાકાત કરશે. બાદમાં મંત્રીશ્રી નર્મદા સુગર ફેકટરીની મુલાકાત કરી સાંજે અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to