December 22, 2024

9મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સંદર્ભે સેલંબાના બિરસા મુંડા ચોક ખાતે સમાજના અગ્રણીઓની બેઠક યોજઇ

Share to


9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસનાં રેલી અને કાર્યક્રમોના સંદર્ભે સમાજના આગેવાનોની સાગબારા તાલુકાના સેલંબા શહેરનાં m બીરસા મુંડા ચોક ખાતે અગત્ય ની બેઠક યોજવામાં આવી હતી
જેમાં આ મિટિંગમાં આદિવાસી દિવસની ઉજવણી ભાગરૂપે દરેક વડીલો અને યુવાનો મિત્રોને મિટિંગમાં આદિવાસી આગેવાનો દ્વારા જણાવામાં આવ્યું કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા ચોક સેલંબા ખાતે તમામ લોકોએ અચૂક પણે હાજર રહેવું …તેમજ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી કે આ આદિવાસી દિવસ નિમિત્તે મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બિરસા મુંડા ચોક ખાતેથી આદિવાસી પરંપરા મુજબ પૂજા વિધિ કરી મૌન રેલી કાઢવામાં આવશે જે સેલંબા બિરસા મુંડા ચોક થી કુંવર વસાવા સર્કલ સાગબારા ખાતે મૌન રેલીનું સમાપન કરવામાં આવશે તેમજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ના ભાગરૂપે બીજી અગત્યની ચર્ચાઓ સમાજ ના તમામ આગેવાનો સાથે મીટીંગ માં કરવામાં આવી હતી
આ મીટીંગ માં મુખ્ય ઉપસ્થિત ડૉ.દયારામ વસાવા, માજી સરપંચ ગીરધરભાઇ અને શાંતિલાલ ભાઈ માજી સરપંચ, તડવી સમાજના અગ્રણી કાર્યકર ભીખુભાઈ તડવી જેમણે 9 મી ઓગષ્ટ નાં ઉજવણી નાં કાર્યક્રમના ખર્ચ તરીકે સમિતિને 9,400 રૂપિયા દાન કર્યા, ભવરિસાવર ગામના શૈલેન્દ્રસિંહ, સિમઆમલી પંચાયતના સરપંચ આઝાદ ભાઈ, સેલંબા ગામનાં આગેવાન રણજીતભાઇ, નરવાડી ગામ ના આદિવાસી આગેવાન પંકજ ભાઈ વસાવા,અનિલભાઈ, સાગબારા મુસ્લિમ સમાજના સફિભાઈ, સાગબારા નાં આદિવાસી મહિલા પ્રમુખ નિર્મળાબેન અમરસિંહ વસાવા જેમણે 5000 ની મદદ કરી.આ ઉપરાંત સમગ્ર સાગબારા તાલુકાના ગામો નાં મોટી સંખ્યામાં થી અનેક કાર્યકર્તાઓ એ હાજરી આપી.


Share to

You may have missed