February 21, 2024

નેત્રંગ : શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે હિંડોળા દર્શનનું આયોજન : દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી

Share toનેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે હિંડોળાના દર્શન ખુલ્લા મુકાયા છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે આ પવિત્ર અધિક શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અહીં હિંડોળા દર્શનમાં ભગવાન સ્વામિનારાયણનો હિંડોળો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને અહીં આવનાર હરિ ભક્તો પણ ભગવાનના ભવ્ય શણગાર જોઈ આનંદ સાથે ધન્યતા અનુભવતા હોય છે. તેમજ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ નેત્રંગ ના પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી અને પ્રિયદર્શન સ્વામીએ આ હિંડોળાના દર્શન કરવા ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to