_આગામી *15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી* જૂનાગઢ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમા ઉજવાનાર હોઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને લઈને, *જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા *જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, આગોતરું આયોજન કરી, કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે…._
_જૂનાગઢ જીલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને અવાર નવાર *શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવા, હોટલ ધાબા ચેક કરવા, અવાવરું જગ્યાઓ ચેક કરવા, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરોને ચેક કરવા તેમજ કોરોના ગાઈડ લાઇન્સનું પાલન કરાવવા માસ્ક, જાહેરનામા ભંગ, વિગેરે કેસો કરવા* ખાસ સૂચનાઓ કરી, *ખાસ ઝુંબેશ* હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફેર્લો સ્ક્વોડ સહિતની ટીમો પણ ખાસ તૈનાત કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે….._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ.રાઠોડ, સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી, વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. છેલ્લા પાંચેક દિવસમાં વાહન ચેકીંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાડી ફરતા, નમ્બર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વગરના વાહનો, ટીન એજરો દ્વારા કરવામાં આવતા ડ્રાઇવિંગ, વિગેરે ચેકીંગ હાથ ધરી, કુલ આશરે 150 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી. વાહન ચેકીંગની આ કાર્યવાહી દરમિયાન આશરે 60 વાહનો ડિટેઇન કરવામાં આવેલ હતા. ખાસ ઝુંબેશ અને વાહન ચેકીંગ દરમિયાન છેલ્લા પાંચેક દિવસમાં કોરોના ગાઈડ લાઇન્સનું ઉલ્લંઘન કરતા કુલ 45 જેટલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરી, આશરે 350 જેટલા વ્યક્તિઓને માસ્ક પહેર્યા વગર ફરતા પકડી પાડી, કુલ રૂ. 3,50,000/- નો દંડ પણ ફટકારવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ પી ને વાહન ચલાવતા આરોપીઓને પણ પકડી પાડી, પ્રોહીબિશન અને જુગારના બુરલેગરોને ચેક કરી, ગુન્હાઓ પણ દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત, નાઈટ રાઉન્ડ દરમિયાન પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે……._
_સ્વાતંત્ર્ય દિનની પરેડ અને વીઆઇપી મુવમેન્ટને ધ્યાને લઇ, જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી તેમજ સઘન ચેકીંગની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…._
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો