November 22, 2024

જુનાગઢ પોલીસે સેન્ટીંગ કામના ચોકા ચોરી કરનાર ઇસમને .રૂ.૧૬,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડયો

Share to



જૂનાગઢ માં સેન્ટીંગ કામના ચોકા ચોરી કરનાર ચોર ઇસમને ચોકા સાથે પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી જનાગઢ બી ડીવિઝન પોલીસ

જુનાગઢ ના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ તેમજ પોલીસ અધીકક્ષ રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ નાઓએ વણશોધાયેલ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી, હીતેષ ધાધલ્યા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણ- શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા ખાસ સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એન.વી.શાહ તથા ગુન્હા શોઘક યુનીટના માણસો સતત પ્રયત્નશીલ હોય, તેમજ હાલમા મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય અને જુનાગઢ બી ડીવી પો.સ્ટે ગુ.ર.ન- ૧૧૨૦૩૦૨૪૨૩૦૫૨૩/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના કામેના ચોરીમા ગયેલ મકાનાન સ્લેબ ભરવાના સેન્ટીંગ કામના ચોકા નંગ-૨૮ ની ચોર ઇસમની તપાસમાં હતા તે દરમ્યાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટીવી કમેરાનો ઉપયોગ કરી જુનાગઢ બસ્ટેન્ડ રોડ ઉપર આવતા પો હેતુ કોના વનરાજો બનાસ. ચુડાસમા તથા પો કોન્સ દિશાઇ રામભાઇ જાલડીયા નાખીને સંયુક્ત બાતમી રાહે ખાનગી હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાના કામે સેન્ટીંગ કામના ચોકા ચોરી કરનાર ઇસમ જુનાગઢ ગાંધીચોક થી મજેવડી દરવાજા તરફ બાજુ જવાનો હોય અને મજકુર ઇસમે લાલ શર્ટ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે.તેવી હકીકત મળતા તુરત જ પોલીસ સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ જુનાગઢ ગાંધીચોક તથા આજુબાજમા ઉપરોક્ત બાતમી હકીકત વાળા ઇસમની વોચમાં હતા દરમ્યાન થોડીવારમાં ઉપરોક્ત બાતમી હકીકત વાળો ઇસમ ગાંધી ચોકથી મજેવડી દરવાજા બાજુ ચાલીને આવતો હોય જેથી જકુર ઇસમને કોર્ડન કરી જેમનો તેમ રોકી પકડી લઇ મજકુર ઇસમને ઉપરોકત ગુનાની ચોરીના કામે પુછપરછ કરતા કાઇ હકિકત જણાવતો ન હોય અને ફરતુ ફરતુ બોલતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી મજકુર ઇસમને પો.સ્ટે લાવી ઉપરોકત ગુન્હાના કામેની ચોરીમાં ગયેલ સેન્ટીંગના ચોકા નંગ-૨૮ બાબતે બાબતે યુકિતી-પ્રયુકિત થી વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલ કે ફરીયાદીના સેન્ટીંગ કામમાં ચોકા તેમની મકાનાની સાઇડનું કામકાજ ચાલુ હોય ત્યાથી ચોકા નંગ-૨૮ જેની કિ.રૂ. કિં.રૂ.૧૬,૮૦૦ ચોરી કરેલાનું જણાવતો હોય,જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુનાના કામે અટક કરી કાર્યવાહિ કરવામા આવેલ છે અને સદરહુ ગુનાની આગળની તપાસ એ.એસ.આઇ આર.એમ.સોલંકિ ચલાવી રહે છે.

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ – (૧) સેન્ટીંગ કામના ચોકા નંગ-૨૮
કુલ કિ.રૂ.૧૬,૮૦૦/-નો મુદામાલ
કબજે કરેલ આરોપી હસ્તગત કરેલ આરોપી (૧) મનોજ નાથાભાઇ પરમાર જાતે,અનુજાતી ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.ઇવનગર ગામ જુના વાસમા તા. જૂનાગઢ



આ કામગીરીમાં જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એન.એ.શાહ તથા જૂનાગઢ ખી ડીવિઝન પોલીસ સ્ટેશન પી.પો.ઇન્સ.શ્રી એન.ડી.ઇન્બોડીયા તથા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ તથા ગુન્હા શોધક યુનિટના પો.હેડ.કોન્સ ભનુભાઇ કારાભાઇ ઓડેદરા, પો હેડ કોન્સ કે એન જોગીયા તથા પો.કોન્સ વનરાજસિંહ બનેસંહ ચુડાસમા, તથા પો.કોન્સ દિનશભાઇ રામભાઇ જીલડીયા, પ્રવીણભાઇ કાનાભાઇ વાળા, જેઠાભાઇ નાથાભાઇ કોડીયાતર,પ્રવીણભાઇ રાણીંગભાઇ બાબરીયા,મુકેશભાઇ મગનભાઇ મકવાણા રવિન્દ્ર ભાઇ ફર્મીરભાઇ વાંક તથા નેત્રમ શાખાના પો.કોન્સ ચેતનભાઇ જેન્તીભાઇ શીલ્પાબેન પરષોતમભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે

મહેશ કથીરિયા
બ્યુરો ચીપ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ.


Share to