September 7, 2024

ગુજરાતના મુખ્યમંત્રી જાવલી ની મુલાકાત થી ડેડીયાપાડા સાગબારાના લોકો માટે વીજળી ની સુવિધા વધશે

Share to

જયદિપ વસાવા, સાગબારા



ગુજરાતના મુખ્યમંત્રી જાવલી ની મુલાકાત થી ડેડીયાપાડા સાગબારાના લોકો વીજળી ની વધુ સુવિધા મેળવી મીઠા ફળ ચાખશે

તારીખ ૫ તથા ૬ જુલાઈ ૨૦૨૩ ના રોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાવલી ગામ ,સાગબારા તાલુકા મુકામે મુલાકાત દરમ્યાન દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ ના પ્રશ્નો બાબતે તથા તેના નિરાકરણ માટે DGVCL કોર્પોરેટ ઓફિસ નાં મુખ્ય ઇજનેર એ તા:- ૧૦ તથા ૧૧ જુલાઈ ૨૦૨૩ નાં રોજ દેડીયાપાડા અને સાગબારા તાલુકાની મુલાકાત કરેલ.

આદિવાસી બાહુલ્ય વિસ્તાર એવા ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના વિસ્તારમાં આવનારા સમયમાં આ વિસ્તારના વિવિધ ક્ષેત્રમાં વિકાસને ધ્યાને લઇ જરૂરી વિજ માંગને પહોંચી વળવા તથા અવિરતપણે વિજપુરવઠો પૂરો પાડવા માટે હયાત વિજ માળખાને મજબૂત બનાવવા જરૂરી ફેરફાર કરવા મુખ્ય ઇજનેર શ્રી એ તા:- ૧૦.૭.૨૦૨૩ નારોજ ડેડીયાપાડા તાલુકા મથક ના છેવાડાનાં ગામોની મુલાકાત લઈ ટ્રાન્સફોર્મર સેન્ટર તથા વિજ ગ્રાહકો નાં ઘરે જઇને વોલ્ટેજ ની ચકાસણી કરેલ.

ડેડીયાપાડા તાલુકાનાં પૂર્વપટ્ટી નાં વિસ્તારને ૬૬ કેવી બલ સબસ્ટેશન થી વિજપુરવઠો આપતી હયાત વિજ નેટવર્ક ને બદલી નવા પ્રકારનાં MVCC વિજવાયરો નાખવાના પ્રોજેક્ટ ને મંજુરી આપેલ છે જેથી ચોમાસામાં વૃક્ષની ડાળી કે વાંસ જે વિજલાઈનને અડી જતા વિજવિક્ષેપ થાય છે તે નિવારી શકાય અને પર્યાવરણ ની પણ જાળવણી કરી શકાય.

તે ઉપરાંત ડેડીયાપાડા તાલુકાનાં હાલનાં જેટલા ખેડૂત ખાતેદારો છે તે પૈકી ફક્ત ૪૩૦૦ જેટલા જ ખેડૂતો ખેતીવાડી જોડાણો ધરાવે છે. બાકી રહેલા ખેડૂતો ખેતી વિષયક વિજજોડાણ માંગે ત્યારે હયાત વિજનેટવર્ક સક્ષમ બને તે માટે નવા ૬૬ કેવી સબસ્ટેશન બનવાનું આયોજન કરવા સ્થાનિક અધિકારીને સૂચન કરેલ છે.

તા:-૧૧.૦૭.૨૦૨૩ નાં રોજ મુખ્ય ઇજનેર એ સાગબારા તાલુકાનાં ૬૬કેવી ભોગવડ સબસ્ટેશનની મુલાકાત લઈ ત્યાંથી નીકળતા ખેતીવાડી અને જ્યોતિગ્રામ નાં ફીડરોની ચકાસણી કરતા-કરતા નવાગામ જાવલી ખાતે ગયા હતા. ત્યાં દરેક ટ્રાન્સફોર્મર અને ગ્રાહક નાં ઘરનાં વોલ્ટેજની ચકાસણી કરી. નવાગામ જાવલી નાં સરપંચ ની હાજરી માં ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી લોકોનાં પ્રશ્નો સાંભળી ને નીતિવિષયક સિવાય ની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સ્થાનિક અધિકારીને સૂચનાઆપેલ.

તે ઉપરાંત મુખ્ય ઇજનેર દ્વારા દેવમોગરા ની મુલાકાત દરમ્યાન મંદિરના વહીવટ કર્તાઓની સાથે મીટીંગ કરીને દેવમોગરા મંદિર પરિસરની અને ગામમાં વિજ નેટવર્કની સ્થિતિની ચકાસણી કરેલ અને તેના આ વિસ્તાર ના મહત્વ ને ધ્યાનમાં લઈ સતત વિજપુરવઠો મળી રહે તે માટે આયોજન કરવાની સૂચના અધિકારીઓને આપી છે. જેથી હવે બંને તાલુકાની પ્રજા ને વીજળી રૂપી વધુ સગવડ અને મીઠાં ફળ પ્રાપ્ત થશે


Share to

You may have missed