વાલિયા તાલુકાના ઝોકલા ગામના ઝરા ફળિયામાં રહેતી જશવંતીબેન નરેન્દ્ર વસાવા ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓનો પુત્ર રોહન વસાવા ઘરની પાસે પાણીના હોજ ઉપર બેઠો હતો તે વેળા ગામનો કિરણ રાજેશ વસાવા ત્યાં આવ્યો હતો અને અગાઉ લગ્નમાં નાચવા બાબતે થયેલ ઝઘડાની રીસ રાખી તું ગામનો દડો થઇ ગયો છે તેમ કહી માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો આ ઝઘડાનું ઉપરાણું લઇ સુરેશ રામુ વસાવા અને જીગ્નેશ રાજેશ વસાવા પણ ત્યાં દોડી આવ્યા હતા અને આવેશમાં આવી ગયેલ ત્રણેય ઈસમોએ પથ્થર તેમજ લોખંડની પાઈપ વડે રોહન વસાવા અને તેને બચાવવા વચ્ચે પડેલ તેની માતાને માર માર્યો હતો આ મારામારીમાં ઈજાઓ થતા માતા-પુત્રને સારવાર માટે ૧૦૮ સેવાની મદદ વડે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો