(ડી.એન.એસ),કોચી,તા.૧૪
કેરળમાં એનસીબી અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન ચલાવીને ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. દરોડા દરમિયાન ૨૫૦૦ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું છે. દેશમાં મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત મળી આવ્યો છે. નેવીએ કન્સાઈનમેન્ટ સાથે એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે કેરળ લાવવામાં આવ્યું હતું. એનસીબી ઉપરાંત, આ જપ્તી શ્રીલંકા અને માલદીવ સાથે શેર કરાયેલા ઇનપુટ્સના આધારે કરવામાં આવી છે. એનસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ ૩૨૦૦ કિલો મેથામ્ફેટામાઇન, ૫૦૦ કિલો હેરોઇન અને ૫૨૯ કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનથી ભારતમાં સ્મગલિંગ કરવામાં આવતા ડ્રગ્સ વિરુદ્ધ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.હિંદ મહાસાગર ક્ષેત્ર પર હેરોઈન અને અન્ય માદક દ્રવ્યોની દરિયાઈ દાણચોરીથી ઉદ્ભવતા રાષ્ટ્રીય સુરક્ષા માટેના જાેખમને ધ્યાનમાં રાખીને એનસીબીના મહાનિર્દેશક એસએન પ્રધાનની અધ્યક્ષતામાં ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન જાન્યુઆરી ૨૦૨૨માં દ્ગઝ્રમ્ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ ઓપરેશન્સ સંજય સિંહની દેખરેખ હેઠળ શરૂ થયું હતું. ઓપરેશનનો પ્રારંભિક ઉદ્દેશ્ય માદક દ્રવ્યોનું વહન કરતા જહાજાેને રોકવા માટે માહિતી એકઠી કરવાનો હતો. અગાઉ એનસીબીએ ‘ઓપરેશન સમુદ્રગુપ્તા’ દરમિયાન શ્રીલંકા અને માલદીવ્સ સાથે અમુક ઇનપુટ્સ શેર કર્યા હતા, જેના કારણે ૨૮૬ કિલો હેરોઇન અને ૧૨૮ કિલો મેથામ્ફેટામાઇનની ધરપકડ સાથે ૧૯ ડ્રગ દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળની ઇન્ટેલિજન્સ વિંગ સાથેના સંયુક્ત ઓપરેશનને ચાલુ રાખીને, મકરાનના દરિયાકાંઠે મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો વહન કરતા ‘મધર જહાજ’ની હિલચાલ વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી. મધર શિપ મોટા સમુદ્રી જહાજાે છે. આ ઈનપુટના આધારે નેવીએ દરિયામાં જઈ રહેલા એક મોટા જહાજને અટકાવ્યું હતું. જહાજમાંથી શંકાસ્પદ મેથામ્ફેટામાઈનની ૧૩૪ બોરીઓ મળી આવી હતી અને એક ઈરાની નાગરિકની પણ અટકાયત કરવામાં આવી હતી. મુખ્ય જહાજમાંથી જપ્ત કરાયેલ બંદૂકની થેલીઓ, પાકિસ્તાની નાગરિકો, અટકાવવામાં આવેલી બોટ અને અન્ય કેટલીક વસ્તુઓને ૧૩ મે ૨૦૨૩ના રોજ કોચીનની મટ્ટનચેરી જેટી ખાતે લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે દ્ગઝ્રમ્ને સોંપવામાં આવી હતી. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૨ માં, દ્ગઝ્રમ્ અને ભારતીય નૌકાદળની સંયુક્ત ટીમે ગુજરાતના દરિયાકાંઠેથી ૫૨૯ કિલોગ્રામ હશીશ, ૨૨૧ કિલો મેથામ્ફેટામાઇન અને ૧૩ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. તે બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યોઁ હતો. તે જ સમયે, ઓક્ટોબર ૨૦૨૨ માં, એક ઇરાની બોટને કેરળના દરિયાકાંઠે સંયુક્ત ઓપરેશનમાં અટકાવવામાં આવી હતી. આમાં કુલ ૨૦૦ કિલો હાઈ-ગ્રેડ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેને અફઘાનિસ્તાન પણ લાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં છ ઈરાની ડ્રગ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો