ગજબ હો ભાઈ!.. ડોકટરે ૭ વર્ષના બાળકના ઘા પર ટાંકા લેવાને બદલે લગાવી દીધી ફેવી ક્વીક

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૧
તેલંગાણામાં એક ખાનગી દવાખાનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરની બેદરકારીના કારણે લોકો રોષે ભરાયા છે. તેલંગાણામાં ખાનગી હોસ્પિટલમાં તબીબી કર્મચારીઓએ સારવારમાં ઘોર બેદરકારી દાખવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત બાળકના ઘા પર ટાંકા લેવાને બદલે ઘા પર ફેવીક્વિક લગાવવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઘટનાની વિગતો મુજબ રાયચુર જિલ્લાના લિંગસુગરના વતની વંશી ક્રિષ્ના, તેની પત્ની સુનિતા પોતાના ૭ વર્ષના પુત્ર પ્રવીણ સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેલંગણાના જાેગુલામ્બા ગડવાલ જિલ્લાના ઇજામાં ગયા હતા. આ દરમિયાન અન્ય બાળકો સાથે રમતા સમયે પ્રવીણ પડી ગયો હતો. તેને ડાબી આંખ પાસે ઈજા થઈ હતી. જે બાદ તેના માતા-પિતા પ્રવીણને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટર નાગાર્જુન અને તેના આસિસ્ટન્ટે પ્રવીણના ઘા પર ટાંકા લેવાને બદલે ફેવી ક્વિક વડે સારવાર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફેવી ક્વીકના કારણે પ્રવીણ પીડાથી રોવા લાગ્યો, જે બાદ અન્ય ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. ઈજાગ્રસ્ત બાળકના માતાપિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જ્યાં પીડિત પ્રવીણના પિતા વંશી કૃષ્ણએ ડૉક્ટર નાગાર્જુન અને તેના આસિસ્ટન્ટ પર તેમના પુત્ર સાથે આ પ્રકારના વર્તન બદલ સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ ત્રણ આસિસ્ટન્ટની હાજરીમાં પીડિત પ્રવીણ, ડૉક્ટર નાગાર્જુન અને વંશી કૃષ્ણ વચ્ચે વાટાઘાટો પણ થઈ હતી. આ દરમિયાન વંશી કૃષ્ણાએ નાગાર્જુનને પ્રશ્ન કર્યો કે શું તમે ખરેખર એક લાયક સ્મ્મ્જી ડૉક્ટર છો કે ઇસ્ઁ કર્યા પછી ડૉક્ટર તરીકે અહીં બેસી ગયા છો? ઘા પર ટાંકા લેવાને બદલે તમે ફેવીક્વિક કેવી રીતે લગાવી શકો? શું તમે એમબીબીએસના અભ્યાસમાં આ જ શીખ્યા છો?. ડૉક્ટરે તેમના સવાલનો સીધો જવાબ આપવાનુ ટાળ્યું હતું. ઘા પર ફેવીક્વિક લગાવનાર તેમના એક આસિસ્ટન્ટે મોબાઈલ ફોનથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુસ્સે થયેલા માતાપિતાનો સામનો કરવામાં અસમર્થ ડૉક્ટરે લૂલો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે, જે પણ ખયું છે તે ભૂલથી થયું છે. અમે તમારા પુત્રની સારવાર કરી રહ્યા હતા ત્યારે હોસ્પિટલમાં વીજળી નહોતી. ડોક્ટરના આવા જવાબથી પ્રવીણના માતા પિતા વધારે ગુસ્સે થયા અને ડોક્ટરને કહ્યું કે શા માટે તેમણે બેટરી ઓપરેટેડ લાઈટનો ઉપયોગ ન કર્યો? ઘા પર ફેવીક્લીક લગાવતી વખતે શું તમને સામાન્ય સમજ પણ નહતી પડી? ડોક્ટરે માતાપિતાને આશ્વાસન આપતા કહ્યું કે, બાળકને કંઈ થશે નહીં અને જાે કંઈ થાય છે તો તેની જવાબદારી ડોક્ટર પોતે લેશે. જાેકે, આ ઘટનાને કારણે ગુસ્સે થયેલા માતાપિતાએ ડોક્ટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.


Share to