October 30, 2024

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્‌સમેને એવો છગ્ગો માર્યો કે, સ્ટેજ પર રાખેલી કારને ગોબો પડી ગયો

Share to


(ડી.એન.એસ),તા.૧૦
મુંબઈ ઈંડિયંસે આઈપીએલ ૨૦૨૩ની ૫૪મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૬ વિકેટથી હરાવ્યું. આ જીતની સાથે જ મુંબઈ ઈંડિયંસ પોઈન્ટ્‌સ ટેબલમાં ૮માંથી સીધા ત્રીજા સ્થાન પર આવી ગઈ. મુંબઈની જીતમાં બે ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. એક સૂર્યકુમાર યાદવ અને બીજા યુવાન બેટ્‌સમેન નેહલ વઢેરા. બંનેએ ૬૪ બોલમાં ૧૪૦ રનની ભાગીદારી કરી અને મુંબઈ ઈંડિયંસે ૨૦૦ રનના ટાર્ગેટને ૨૧ બોલમાં પ્રાપ્ત કરી લીધો. નેહલે ૩૪ બોલમાં ૫૨ રનની અણનમ ઈનિંગ્સ રમી. પોતાની આ ઈનિંગ્સમાં નેહલે ખૂબ તોડફોડ મચાવી. તેને બેટમાંથી નીકળેલા આ છગ્ગાના કારણે કારમાં મોટો ઘોબો પડી ગયો. તેનું નુકસાન નહીં પણ ફાયદો થયો. મુંબઈ ઈંડિયંસની ઈનિંગ્સની ૧૧મી ઓવર વાનિંદુ હસારંગા લઈને આવ્યો. પહેલા બોલ પર નેહલે એક રન લઈને સૂર્યકુમાર યાદવે સ્ટ્રાઈક આપી. સૂર્યકુમારે છગ્ગો મારી પોતાની અડધી પુરી કરી અને બાદમાં રન લઈને નેહલને સ્ટ્રાઈક આપી દીધી. ત્યાર બાદ હસારંગાના એક બોલ પર નેહલે મિડવિકેટ બાઉંડ્રી તરફથી સ્વીપ શોટ રમ્યો. બોલ સીધો બાઉંડ્રીની બહાર પડેલી કાર પર જઈને પડ્યો. નેહલે શોટના કારણે કારના દરવાજા પર મોટો ઘોબો પડી ગયો. જાે કે આ ડેંટનો ફાયદો જ થશે. નિયમો મુજબ, જાે બોલ સીધો જઈને કાર પર પડે છે, તો ૫ લાખ રૂપિયાની મદદ કર્ણાટકમાં કોફી બગીચાને જૈવ વિવિધતા વધારવા માટે કરવામાં આવશે. નેહલ વઢેરાએ સતત બીજા મેચમાં અડધી સદી ફટકારી. આ અગાઉ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. જાે કે, મુંબઈ આ મેચ હારી ગઈ હતી.


Share to

You may have missed